Consumer Court Judgement સપના શર્મા/અમદાવાદ : અમદાવાદની કંઝ્યુમર કોર્ટે એલજી હોસ્પિટલ, ડોક્ટર અને મનપાને 8 લાખનો દંડ કર્યો છે. દર્દીના સારવારમાં બેદરકારી દાખવવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા 65 વર્ષીય રમેશભાઈ પરમારને એલ. જી. હોસ્પિટલમાં માઠો અનુભવ થયો હતો. વર્ષ 2026 માં મોતિયાનું ઓપરેશન કરાવવા ગયેલ રમેશભાઈને પોતાની જમણી આંખ હંમેશા માટે ગુમાવવી પડી હતી. તેથી AMC, એલ જી હોસ્પિટલ અને, ડોક્ટર્સને કંઝ્યુમર કોર્ટે 8 લાખનો દંડ ફટકાર્યો છે. ત્રણેય પાર્ટીઓએ રમેશભાઈને એક મહિનામાં 8 લાખ રૂપિયયા 8 ટકાના વ્યાજ સહીત ચૂકવવાનો આદેશ કરાયો છે. સાથે જ દર્દીને થયેલી માનસિક હેરાનગતિ બદલ 10 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. તેમજ કોર્ટે એવુ પણ કહ્યું કે, જો એક મહિનામાં પૈસા ન ચૂકવાય તો 8 લાખ રૂપિયા 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે રમેશભાઈના વકીલ રોહિત પટેલે જણાવ્યું કે, વર્ષ 2016 માં રમેશભાઈને આંખોમાં તકલીફ થતા સારવાર માટે એલ જી હોસ્પિટલ ગયા. અહીં ડોકટરે તપાસ દરમિયાન આંખોમાં મોતિયો થયા હોવાનું જણાવ્યું અને ઓપરેશન કરાવવા સલાહ આપી. શુક્રવારના રોજ મોતિયાનું ઓપેશન કરવાનું નક્કી થયું અને નક્કી થયેલા દિવસે રમેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયા. અહીં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું અને આંખે પાટા બાંધી તેમને એજ દિવસે ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા. ઘરે ગયા બાદ રમેશભાઈનને આંખોમાં તેજ બળતરા થવા લાગ્યા પણ ડોકટરે પાટો ન ખોલવાનું કહેતા તેમણે બળતરા સહન કરવાનો વારો આવ્યા. બીજા દિવસે શનિવાર અને રવિવાર હોવાથી તેઓ હોસ્પિટલ ન જઈ શક્યા અને બે દિવસ દુખાવો સહન કર્યા બાદ સોમવારે તેઓ ફરી ડોક્ટરને બતાવવા પહોંચ્યા. ડોકટરે પાટા ખોલતા આંખમાં નાખેલો કાચ તૂટી ગયો જેના કારણે આંખને ઘણું નુકશાન થયું. આ નુકશાન એટલું મોટુ હતું કે હંમેશ માટે રમેશ ભાઈ એ પોતાની જમણી આંખ ગુમાવવી પડી.


રાજકોટ ભાજપમાં અસંતોષની આંધી : ખોટાને શિરપાવ.. સાચા કદ મુજબ વેતરાય, વાયરલ થઈ કવિતા


ડોકટરે ભૂલ માનવાને બદલે ત્રણ મહિના હોસ્પિટલમાં દાખલ કરી રાખ્યા
રમેશ ભાઈને જમણી આંખે દેખાતું બંધ થઇ જવાને કારણે તેમણે ડોક્ટરને આ મામલે જણાવ્યું. ડોકટરે પોતાની ભૂલ સમજવાને બદલે રમેશ ભાઈને ત્રણ મહિના હોસ્પિટલમાં દાખલ રાખ્યા. પોતાની સાથે થયેલી મેડિકલ નિગલીજન્સને કારણે તેઓ અમદાવાદની કંઝ્યુમર કોર્ટેના શરણે ગયા.


કંઝ્યુમર કોર્ટમાં ડોક્ટરની બેદરકારી સાબિત થતા દંડ ફટકાર્યો
કોર્ટમાં રમેશભાઈએ તમામ પુરાવા મુકતા અને રમેશભાઈની ફરિયાદોને ખોટી સાબિત કરવા ડોક્ટર્સ પાસે કોઈ પુરાવો ન રહેતા તેમની બેદરકારી છતી થઇ. કોર્ટે આ મામલે ડોક્ટર્સ સહીત મનપા અને એલ જી હોસ્પિટલને આદેશ કર્યો કે એક મહિનામાં તેઓ રમેશભાઇને વળતર ચૂકવી દે.


પતિ હોય તો આવો, પત્નીને જન્મદિવસની ભેટ આપવા ચંદ્ર પર જમીન ખરીદી