ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) માં કોરોનાના કેસના અપડેટ્સ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા (Vijay Nehra) એ જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે. હાલ અમદાવાદ શહેરોમાં એક્ટિવ કેસો 3101 થયા છે. દોઢ મહિનામાં પહેલી વાર એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો છે. જે 30થી 31 ટકાનો વધારો થતો હતો, તે ઘટી રહ્યો છે. આજે 5 ટકાથી નીચે ગ્રોથ રેટ થયો છે. મેના અંત સુધી તેને ઝીરો ટકા સુધી લઈ જવુ છે. જેથી કોરોનાને માત આપી શકાય. ગઈકાલે 79 જેટલા લોકો સાજા થઈને ઘરે થયા હતા, આમ અત્યાર સુધી 691 લોકો રિકવર થયા છે. 


સુરતના રત્ન કલાકારોને વતન મોકલવાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વહેમ કે શંકા હોય તો ટેસ્ટ કરાવવા જરૂરી નથી 
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ બાદ નાગરિકોમાં ચિંતા વધી છે. તેથી અનેક નાગરિકોની ટેસ્ટીંગ માટે રજૂઆત આવે છે. ત્યારે ટેસ્ટીંગ કયા લોકોએ અને ક્યારે કરવા તે અંગેની સ્પષ્ટતા કરતા તમણે જણાવ્યું કે, કોઈ પણ નાગરિકને માત્ર વહેમ કે આશંકા હોય તો તેને દૂર કરવા ટેસ્ટીંગની કોઈ જોગવાઈ નથી. જેમના ઘર, સાસોયટી કે ઓફિસમાં પોઝિટિવ હોય તેવા લોકો પણ ટેસ્ટીંગનો આગ્રહ રાખે છે. જેઓ કોન્ટેક્ટમાં આવ્યા હોય, આવા લોકોને સાત દિવસ ક્વોરેન્ટાઈન કરાયા હોય, અને ત્યાર પછી તેઓને લક્ષણ હોય તો જ તેમના ટેસ્ટીંગ થશે. તે સિવાસ ટેસ્ટીંગ કરી શકાય તેવુ નથી. ટેસ્ટીંગ મર્યાદિત સંશાધન છે. સુપરસ્પ્રેડર, સિનિયર સિટીઝન કે લક્ષણો ધરાવતા લોકોમાં, અથવા ગંભીર
પરિસ્થિતિમાં જ ટેસ્ટીંગ કરાયા છે. જો તમારી ઓફિસમાં એક વ્યક્તિ પોઝિટિવ આવે અને બીજા દિવસે ટેસ્ટ કરાવશે તો તમામ રિપોર્ટ નેગેટિવ આવશે. વાયરસ ધીમે ધીમે ટ્રાન્સક્યુબ થાય છે. તેથી તમારી આસપાસ કોઈ કેસ પોઝિટિવ આવે તો તેના પરિવાર, સંપર્કમાં આવેલા લોકોએ સાત દિવસ હોમ ક્વોરેન્ટાઈન બાદ લક્ષણો જણાય તે પછી ટેસ્ટીગનો આગ્રહ રાખો. 


બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ