અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 6 ટકા જ બેડ ખાલી હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. સવારની સ્થિતિ મુજબ અમદાવાદ શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 161 બેડ જ છે ખાલી હોવાનું તંત્ર દ્વારા સ્વિકારવામાં આવ્યો છે. શહેરમાં આવેલી અંદાજે 77 જેટલી ખાનગી હોસ્પિટલમાં લગભગ તમામ બેડ દર્દીઓથી ભરાયેલી સ્થિતિમાં હોવાનો પરોક્ષ રીતે સ્વિકાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ 2544 ખાનગી હોસ્પિટલના બેડ પર કોરોનાના દર્દીઓ લઈ રહ્યા છે સારવાર. અમદાવાદમાં 2705 બેડ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. સવારે જાહેર થયેલા ડેટા મુજબ ખાનગી કોવિડ હોસ્પિટલના 94 ટકા બેડ ફૂલ થઇ ચુક્યા છે. ખાલી બેડ જે હોસ્પિટલમાં છે તે નવી શરૂ થયેલી કોવિડ હોસ્પિટલોમાં છે. 


કોવિડના દર્દીઓ માટે સારવાર લેવા ખાનગી હોસ્પિટલની પસંદગી સ્વપ્ન સમાન બની છે. વધતા કોરોનાના દર્દીઓને જોતા છેલ્લા 5 દિવસમાં ખાનગી હોસ્પિટલમાં અંદાજે 400 થી વધુ બેડ વધ્યા પરંતુ ખાલી બેડની સંખ્યામાં નથી થઈ રહ્યો વધારો. સતત ખાનગી હોસ્પિટલમાં કોવિડના દર્દીઓથી ફૂલ થઈ રહ્યા છે બેડ. 


અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલની સ્થિતિ
- આઇસોલેશનના બેડ : 1094 બેડમાંથી 1015 બેડ ભરાયા, 79 બેડ ખાલી
- HDU ના બેડ : 1023 બેડમાંથી 958 બેડ ભરાયા, 65 બેડ ખાલી
- ICU વિથઆઉટ વેન્ટિલેટર : 391 બેડમાંથી 383 બેડ ફૂલ, માત્ર 8 જ બેડ ખાલી
- ICU વિથ વેન્ટિલેટર : 197 બેડમાંથી 188 બેડ ફૂલ, માત્ર 9 જ બેડ ખાલી