ઓમિક્રોનની આડમાં ડેલ્ટાનો કહેર વધ્યો, કેસ વધતા તબીબો પણ મૂંઝાયા કે આને શુ કહેવું
ગુજરાત (gujarat corona update) મા એક તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તો બીજી તરફ માવઠુ મુસીબત બન્યુ છે. વાયરલ ઈન્ફેક્શનને કારણે ગુજરાતમાં દર બીજી વ્યક્તિ માંદી છે. આવામા એક દિવસમાં કોરોનાના હજારો કેસ આવતા હોવાથી ડેલ્ટા, ઓમિક્રોન અને ડેલ્ટા પ્લસની ઓળખ કરવી મુશ્કેલ બની છે. એક આંકડા મુજબ, કુલ કેસ (corona case) માં 80 ટકા ઓમિક્રોન (omicron) અને 20 ટકા ડેલ્ટા (delta) ના કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનની આડમાં ડેલ્ટાનો કહેર વરસી રહ્યો હોવાનુ એક્સપર્ટસનુ કહેવુ છે. છેલ્લા 22 દિવસમાં કોરોનાથી 30 લોકોના મૃત્યુ થયા છે. 30 માંથી 13 મૃતકે રસીના બંને ડોઝ લીધા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (gujarat corona update) મા એક તરફ કોરોનાનો કહેર વરસી રહ્યો છે, તો બીજી તરફ માવઠુ મુસીબત બન્યુ છે. વાયરલ ઈન્ફેક્શનને કારણે ગુજરાતમાં દર બીજી વ્યક્તિ માંદી છે. આવામા એક દિવસમાં કોરોનાના હજારો કેસ આવતા હોવાથી ડેલ્ટા, ઓમિક્રોન અને ડેલ્ટા પ્લસની ઓળખ કરવી મુશ્કેલ બની છે. એક આંકડા મુજબ, કુલ કેસ (corona case) માં 80 ટકા ઓમિક્રોન (omicron) અને 20 ટકા ડેલ્ટા (delta) ના કેસ આવી રહ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનની આડમાં ડેલ્ટાનો કહેર વરસી રહ્યો હોવાનુ એક્સપર્ટસનુ કહેવુ છે. છેલ્લા 22 દિવસમાં કોરોનાથી 30 લોકોના મૃત્યુ થયા છે. 30 માંથી 13 મૃતકે રસીના બંને ડોઝ લીધા હતા.
ચેપી રોગોના નિષ્ણાત ડો.અતુલ પટેલ કહે છે કે, હાઈબ્રીડ ઇમ્યુનિટી હોય એ પણ હાલ સંક્રમિત થઈ રહ્યા છે. આખી ગુજરાતની પ્રજાએ આ વેરિયન્ટને લાઈટલી ના લેવું જોઈએ. બે કેટેગરી નક્કી કરી છે. ડેલ્ટા માટે આ લાગુ નહીં પડે. લો રિસ્ક અને હાઈ રિસ્ક બે કેટેગરી છે. લો રિસ્કમાં 65 કરતા ઓછા વયનાં જેમને અન્ય કોઈ સમસ્યા ના હોય એ સંક્રમિત થાય તો એમનું મોનીટરીંગ કરી પેરાસીટામોલ આપીએ અને સપોર્ટિંવ કેર શરૂ કરીશું. અગાઉ આપતી કોઈ દવાની જરૂર નથી. તો બીજી તરફ, હાઈ રિસ્ક કેટેગરીમાં જે આવે છે જેમને અન્ય કોઈ બીમારી હોય, ઉંમર વધુ હોય તો દવા એમના માટે છે. શરદી, ખાંસી અને તાવ આવા દર્દીઓને આવે તો એમના લંગ્સને સમસ્યા થઈ શકે છે. હાઈ રિસ્કના દર્દીઓને શરૂઆતમાં રેમડેસિવીર 3 દિવસ આપશો તો 89 ટકા હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહીં પડે. સ્ટીરોઇડ જે દાખલ થાય એમને જ આપવાની જરૂર પડશે. હાલ દર્દીઓને એઝીથ્રોમાઇસીન હાલ અપાઈ રહી છે. શરદી, ખાંસી અને એ સિવાય કોરોના સિવાય અન્ય ફલૂ પણ આપણી વચ્ચે છે, જેમાં આ દવા મદદરૂપ સાબિત થશે.
આ પણ વાંચો : અશરફી આઈસ્ક્રીમના માલિકના પરણિત પુત્રએ યુવતીને પ્રેમજાળમા ફસાવીને કહ્યું, તેરી ઝલક અશરફી...
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર સક્રિય થયું છે. હાલમાં અમદાવાદમાં કોરોનાના નોંધાઈ રહેલા દર્દીઓ પૈકી 80 ટકા દર્દી હોમ આઈસોલશનમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમા AMCએ ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે વિશેષ સુવિધા શરૂ કરી છે. અમદાવાદ શહેરના માર્ગ પર ફરીથી સંજીવની અને ધન્વંતરી રથ શરૂ કરાયા છે. અમદાવાદમાં હાલમાં 773 સંજીવની અને 130 ધન્વંતરી રથા કાર્યરત છે. તંત્ર દ્વારા કોરોનાના વધુમાં વધુ ટેસ્ટ થાય તે માટે ટેસ્ટિંગ કીટ પણ વધારવામાં આવી છે. સાથે જ શહેરના 10 હેલ્થ સેન્ટર પર રાતના 10 વાગ્યા સુધી ટેસ્ટિગની કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ IIM માં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 130 લોકોના કરાયા ટેસ્ટ કરાયા હતા, જેમાં 14 લોકો પોઝિટિવ થયા છે. સપ્ટેમ્બર 2020 થી અત્યાર સુધીમાં આઈઆઈએમ કેમ્પસમાં કુલ 657 લોકોને કોરોના થયો છે. IIM માં 21 ફેકલ્ટી મેમ્બર પણ કોરોનાગ્રસ્ત થયા છે.