AMC એક્શન મોડમાં! હવે ફેરિયાઓને અપાશે ID કાર્ડ, જાણો ગુજરાત હાઇકોર્ટમાં કોર્પોરેશને શું જવાબ રજૂ કર્યો?
મહત્ત્વનું છે કે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને કહ્યું છે કે આ પૈકીના 44336 વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપી દેવાયા છે અને બાકીનાને આઈડી કાર્ડ આપવાની કામગીરી ચાલુ છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: શહેરના ફેરિયાઓ માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેરિયાઓને લઈ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. હવે ફેરિયાઓને આઈડી કાર્ડ અપાશે. ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને જવાબ રજૂ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એકટ હેઠળ amc ફેરિયાઓ માટે કામગીરી કરે છે.
અત્યાર સુધીમાં 44336 વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપ્યા છે. આગામી સમયમાં 62100 ફેરિયાઓને આઈડી કાર્ડ આપવાનો ટાર્ગેટ છે. જેમાંથી 17,764 ફેરિયાઓને આઈડી કાર્ડ આપવાના બાકી છે. આઈ ડી કાર્ડ રાખતા વેપારીઓ જાહેર સ્થળો, સોસાયટીઓ અને શેરીઓમાં વેચાણ કરી શકશે. તમને જણાવી દઈએ કે સ્ટ્રીટ વેન્ડર્સ એકટનું અમલીકરણ થાય તેના માટે હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર્સ એકટના ધારાધોરણ પ્રમાણે અમદાવાદના ફેરિયાઓને આઈકાર્ડ આપવાનુ નક્કી કરાયુ છે તે પૈકીના 17294 ફેરિયા જૂના અમદાવાદ તરીકે ઓળખાતા મધ્ય ઝોનના છે. અમદાવાદના વેસ્ટ ઝોનમાં 12226, ફેરિયાઓ તેમજ નોર્થ ઝોનમાં 10899 ફેરિયાઓ આઈ કાર્ડ મેળવવા માટે યોગ્ય હોવાનુ કોર્પોરેશનનુ કહેવુ છે. જ્યારે ઈસ્ટ ઝોન, ન્યૂઝ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં આવા અનુક્રમે, 7512, 7213 , 3553 અને 2773 ફેરિયાઓ છે.
મહત્ત્વનું છે કે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને કહ્યું છે કે આ પૈકીના 44336 વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપી દેવાયા છે અને બાકીનાને આઈડી કાર્ડ આપવાની કામગીરી ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube