ઝી ન્યૂઝ/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યૂ કમિટીમાં જનતા માટે એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષનો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને 8થી 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે ત્રણ મહિના માટે એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમ તા. 22 એપ્રિલથી તા. 31 જુલાઈ, 2022 સુધી અમલમાં મૂકવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પછી Early Bird Incentive – એડવાન્સ ટેક્સ રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદીઓને વર્તમાન નાણાંકીય વર્ષનો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને મોટો લાભ મળશે. જી હા.. તમે એકદમ બિલકુલ સાચું સાંભળ્યું છે. એડવાન્સ ટેક્સ ભરનારને 8થી 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોપ્રોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. 3 મહિનાની વિવિધ સ્લેબની ટેક્સ રિબેટ સ્કીમની રેવન્યૂ કમિટીએ જાહેરાત કરી છે.


હિંમતનગરમાં ફરીથી હિંસા ભડકી, વણઝારા વાસમાં ટોળાંઓ સામસામે આવી જતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડયા


અમદાવાદ કોર્પોરેશનની રેવન્યૂ કમિટીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે 22 એપ્રિલથી 21 મે સુધીમાં પ્રોપર્ટી ટેક્સ ભરો તો 10 ટકા, 22 મેથી 21 જૂન સુધી ટેક્સ ભરો તો 9 ટકા અને 22 જૂનથી 21 જુલાઈ સુધીમાં ભરો તો 8 ટકા ડિસ્કાઉન્ટ મળશે.  આ ઉપરાંત ત્રણેય સ્લેબમાં ઓનલાઈન ટેક્સ ભરવામાં આવે તો વધુ 1 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ 70 ચોરસ મીટરથી ઓછા બાંધકામવાળી સ્કીમમાં જુના 25 ટકા અને નવા ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે.


આ ઉપરાંત બોપલ-ઘુમા સહિતના નવા એએમસીમાં ભળેળા વિસ્તારોમાં પણ જુની અને નવી સ્કીમનો લાભ મળશે. રેવન્યૂ કમિટીએ નિર્ણ કરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે રવાના કરી દરખાસ્ત કરવામાં આવી છે. હાલમાં 40 ટકા લોકો ઓનલાઈન ટેક્સ ભરે છે. ત્યારે આ ઓનલાઈન ટેક્સની ટકાવારી વધારવના પ્રયાસો થઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube