‘નપુંસક પતિ’ શબ્દ કાને સંભળાતા જ પત્નીની જિંદગી લૂંટાઈ ગઈ
લગ્નજીવનમાં હવે એવા એવા કિસ્સા બની રહ્યા છે, જેને જાણીને દુનિયા પણ ચોંકી જાય છે. ત્યારે અમદાવાદની એક પરિણીતાનો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પછી પરિણીતાને ખબર પડી કે, તેનો પતિ નપુંસક છે.
ઝી મીડિયા/બ્યૂરો :લગ્નજીવનમાં હવે એવા એવા કિસ્સા બની રહ્યા છે, જેને જાણીને દુનિયા પણ ચોંકી જાય છે. ત્યારે અમદાવાદની એક પરિણીતાનો કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પછી પરિણીતાને ખબર પડી કે, તેનો પતિ નપુંસક છે.
બન્યુ એમ હતું કે, શાહીબાગમાં રહેતી એક યુવતીના લગ્ન અમદાવાદના જ એક યુવક સાથે થયા હતા. ત્યાર બાદ યુવતી અને યુવક લગ્ન બાદ મુંબઈ સ્થાયી થયા હતા. લગ્નના 10 દિવસ બાદ પણ પતિ તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધતો ન હતો. આ જાણીને પત્નીને અજુગતુ લાગતુ હતું. આખરે તેણે પત્નીને પૂછ્યુ હતું કે, આખરે પતિ કેમ તેની સાથે આવુ વર્તન કરે છે. ત્યારે પતિએ જવાબ આપ્યો હતો કે, તે નપુંસક છે. મેં વાંઢાપણુ દૂર કરવા માટે જ તારી સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચો : પીડિતા સાથેની અશ્લીલ તસવીરો જોઈને જ રાજુ ભટ્ટ ભાંગી પડ્યો, પોલીસ સામે કરી કબૂલાત
પતિના મોઢે આ વાત સાંભળીને પત્નીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે પત્નીએ અમદાવાદ રહેતા સાસુ-સસરાને ફરિયાદ કરી હતી. તેણે સાસુ-સસરાન ફરિયાદ કરી હતી કે, તમને આ વાતની ખબર હતી કે, તો આખરે તમે કે દીકરાના લગ્ન કરાવ્યા. ત્યારે સાસુ-સસરાએ જવાબ આપ્યો હતુ કે, તારા માતા - પિતાએ લગ્ન કરતા પહેલા તપાસ કરી લેવી જોઈતી હતી ને. અમે તો સમાજમાં સારુ દેખાડવા માટે જ અમારા દીકરાના લગ્ન કરાવ્યા હતા.
આ જાણીને વહુ પોતાના પિયરમાં આવી ગઈ હતી. પતિના નપુંસતાનો ભાંડો ફૂટી જતા સાસરી પક્ષના લોકો દ્વારા પરિણીતા પર છૂટાછેડા માટે દબાણ કરવામાં આવ્યુ હતું. આખરે કોઈ સમાધાન ન થતા પતિ, સાસુ, સસરા, દિયર અને ફોઈ સાસુ સામે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.