અમિત શાહ અંગે વિવાદિત નિવેદન આપતા અમદાવાદ મેટ્રો કોર્ટનું રાહુલ ગાંઘીને સમન્સ
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કરેલી સભાઓમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ‘હત્યારો’ કહેવાથી ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન ભ્રમભટ્ટ દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંગે અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંઘીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
જાવેદ સૈયદ/અમદાવાદ: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કરેલી સભાઓમાં રાહુલ ગાંધી દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ‘હત્યારો’ કહેવાથી ખાડીયાના કોર્પોરેટર કૃષ્ણવદન ભ્રમભટ્ટ દ્વારા અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અંગે અમદાવાદ મેટ્રો કોર્ટ દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંઘીને સમન્સ પાઠવવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટિપ્પણી કરવાનો મામલે રાહુલ ગાંધી પર ફરિયાદ કરવામાં આવી હતી. 23મી એપ્રિલે જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. અમિત શાહ માટે રાહુલ ગાંધીએ "અનેક કેસના હત્યારા" શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગે ખાડીયાના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન ભ્રમભટ્ટ દ્વારા મેટ્રોકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
હાર્દિક અને નરેશ પટેલનું મહત્વનું નિવેદન, પાટીદાર અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ નથી
રાહુલ ગાંધીની સામે ભાજપના કોર્પોરેટર દ્વારા બદનક્ષીની ફરિયાદ કરી હતી. ત્યારે હવે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદને લઇને કોર્ટે આજે રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી લોકસભાના સ્પીકર દ્વારા સમન્સની બજવણી કરવાનો મેટ્રોકોર્ટનો દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. વધુ સુનવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.