અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદીઓ માટે કોરોના અંગે રાહતના સમાચાર છે. છેલ્લાં એક અઠવાડીયાથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બાબત અમદાવાદમાં ધીરે ધીરે કોરોના અંગે સ્થિતિ સામાન્ય થઈ રહી હોવાનો સંકેત આપી રહી છે. થોડા સમય પહેલાં અમદાવાદની હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી હતી, હવે સ્થિતિ બદલાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ અમદાવાદની કોવીડ-19 ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 72 ટકા બેડ ખાલી હોવાની સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત 2,453 બેડ હવે ખાનગી કોવીડ હોસ્પિટલમાં પણ ખાલી થયા છે. હાલ અમદાવાદમાં માત્ર 975 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં 105 ખાનગી હોસ્પિટલમાં 3,428 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવાયા છે. એક સમયે ખાનગી હોસ્પિટલમાં 95 ટકા બેડ કોરોના દર્દીઓથી ભરાયા હતા. દિવાળી બાદ ICU વિથ વેન્ટીલેટરના બેડ દર્દીઓ માટે મેળવવા ખુબ મુશ્કેલી પડતી હતી. 


ICU વિથ વેન્ટીલેટરના બેડ અંગેની સ્થિતિ
હાલ અમદાવાદમાં 63 ટકા ICU વિથ વેન્ટીલેટરના બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં 245 ICU વિથ વેન્ટીલેટરના બેડ દર્દીઓ માટે છે. હાલ 154 બેડ ICU વિથ વેન્ટીલેટરના ખાલી તો 91 બેડ ભરાયેલા છે.


ICU વિથઆઉટ વેન્ટીલેટરના બેડ અંગેની સ્થિતિ
હાલ અમદાવાદમાં 65 ટકા ICU વિથઆઉટ વેન્ટીલેટરના ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ICU વિથઆઉટ વેન્ટીલેટરના 531 બેડ ખાનગી હોસ્પિટલમાં છે. હવે 341 બેડ ICU વિથઆઉટ વેન્ટીલેટરના ખાલી, 190 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે.


આઈસોલેશનના બેડ અંગેની સ્થિતિ
75 ટકા આઈસોલેશનના બેડ બે ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. આઈસોલેશનના 1,340 બેડ ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. હાલ 1,005 બેડ આઈસોલેશનના ખાલી, તો 335 બેડ પર હાલ દર્દીઓ સારવાર હેઠળ છે.


અમદાવાદમાં HDUના બેડ અંગેની સ્થિતિ
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં હવે HDUના 73 ટકા બેડ ખાલી છે. 1,312 બેડ હાઈ ડિપેન્ડેન્સી યુનિટના કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે.  હવે 953 બેડ હાલ ખાલી છે. તો 359 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube