100 દિવસ બાદ કોમામાંથી બહાર આવી મહિલા કોરોના યોદ્ધા, ડોક્ટર્સે કહ્યું- આ તો ચમત્કાર છે
હવે ડોક્ટર્સ ઉષાની ફિજિયોથેરેપી પર ફોકસ કરે રહ્યા છે જેથી તેમના બોડી મૂવમેન્ટને ફરીથી સંપૂર્ણપણે ફંક્શનલ કરી શકાય. જોકે કેન્સરની સારવાર દરમિયાન દવાઓની સાઇડ ઇફેક્ટના લીધે તેમને બ્રેન હેમરેજની સમસ્યાનો સમાનો કરવો પડ્યો હતો.
અમદાવાદ: વિજ્ઞાન હંમેશાથી તથ્યો પર આધારિત રહ્યું છે અને ચમત્કારો પર વિશ્વાસ કરતું નથી. પરંતુ તાજેતરમાં જ એક એવો ચમત્કાર થયો છે જેને ડોક્ટર ના ફક્ત ચમત્કાર ગણાવી રહ્યા છે પરંતુ મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા દિગ્ગજો પણ ચોંકી ગયા છે. જોકે અમદાવાદમાં લગભગ 50 વર્ષથી મોટી ઉંમરની મહિલા 100 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ તે ભાનમાં આવી ગઇ છે. ઘણા એવોર્ડ જીતી ચૂકેલી નર્સ પહેલાં કેન્સર જેવી બિમારીને પણ માત આપી ચૂકી છે. તમામ ડોક્ટર આ રિકવરીને ચમત્કાર ગણી રહ્યા છે.
અમદાવાદ મિરરના અનુસાર આ નર્સ એલ જી હોસ્પિટલમાં સિસ્ટર ઇન ચાર્જ તરીકે કામ કરી ચૂકી છે અને કોરોના સંકટ દરમિયાન તેમણે સતત કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે સારા કામ માટે સન્માનિત પણ કરવામાં આવી હતી. ડ્યૂટી પર બ્રેન હેમરેજ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી અને તે લગભગ 100 દિવસ સુધી કોમામાં રહ્યા બાદ રિકવર થઇ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ પહેલાં તે બ્રેસ્ટ કેન્સરને પણ માત આપી ચૂકી છે. તમામ ડોક્ટર્સ આ ઘટનાને ચમત્કાર ગણી રહ્યા છે.
હવે ડોક્ટર્સ ઉષાની ફિજિયોથેરેપી પર ફોકસ કરે રહ્યા છે જેથી તેમના બોડી મૂવમેન્ટને ફરીથી સંપૂર્ણપણે ફંક્શનલ કરી શકાય. જોકે કેન્સરની સારવાર દરમિયાન દવાઓની સાઇડ ઇફેક્ટના લીધે તેમને બ્રેન હેમરેજની સમસ્યાનો સમાનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ઉષાના પરિવાર તેમના સજા થયાનો શ્રેય ડોક્ટર્સને આપી રહ્યા છે અને તે ખૂબ જ ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube