ઉદય રંજન/અમદાવાદ :તાંત્રિક વિધીના બહાને મહિલા સાથે અડપલાં કરનાર શખ્સની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે શરીર સુખની માંગણી કરનાર ઠગ આખરે વેજલપુર પોલીસના હિરાસતમાં આવ્યો છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, વેજલપુર પોલીસે ઇમ્તિયાઝ જલાલી નામના આરોપીની ધરપકડ કરી છે. જે લોકોને દોરા ધાગા કરી આપવાનું કામ કરે છે. જો કે ફરિયાદી મહિલાને સંતાન ના થતાં તેણે આ ઠગનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપીએ તેની પાસેથી શારીરિક સુખની માંગણી કરી હતી. જોકે, આ આરોપી આટલેથી અટક્યા ન હતા. આરોપી ઇમ્તિયાઝે પોતાના સાથીદારો મુબીન, ઇરફાન અને અફરોજ નામના લોકો સાથે મળીને મહિલાના ઘરે જઈને મારા મારી કરી હતી. તેમજ તેને ધમકી પણ આપી હતી. ત્યારે આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં વેજલપુર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.