ઝી બ્યુરો/અમદાવાદ: ઓનલાઇન ટ્રાનઝેક્શન કરી છેતરપિંડી કરતી ટોળકી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પેમેન્ટ ગેટવેની એપને હેક કરી મોટી છેતરપિંડી કરનારી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'શિવરાત્રીમાં મૂજરા, અખાડામાં વેશ્યાઓ...', મહેશગીરીએ હરિગિરી પર લગાવ્યા ગંભીર આક્ષેપ


ઈ કોર્મ્સની જુદી જુદી કંપનીના પેમેન્ટ ગેટવેને હેક કરી આરોપીઓએ 7 કરોડનો ફ્રોડ કર્યો છે. આરોપીઓ ઓનલાઇન ખરીદી કરી પેમેન્ટ સમયે સોર્સ કોડ હેક કરી ખરીદ કિંમત કરતા ઓછી રકમ ચૂકવી ટ્રાનઝેક્શન કરતા હતા. સમગ્ર ઘટનાની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતા વિજય વાઘેલા. નિતેષ અને આદિલ સહીત ત્રણ આરોપીઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કોંગો ફીવરને લઈને ગુજરાત સરકારની ગાઇડલાઇન; જાણો શું છે લક્ષણો અને બચવાના ઉપાય?


ત્રણેવ આરોપીઓ નાના મોટા ધંધા સાથે જોડાયેલા છે. જેઓ કોન્ટેક્ટમાં આવતા રિલીફરોડ એરિયાથી ફ્રોડ ટ્રાનઝેક્શન કરતા હતા. આદિલે MSc IT કર્યું છે. જયારે અન્ય મિત્રોએ BA સુધીનો અભ્યાસ કર્યો છે. સમગ્ર ઘટનામાં આદિલ પેમેન્ટ ગેટવેની એપ હેક કરતો હતો જયારે અન્ય બે આરોપીઓ ટ્રાનઝેક્શન કરતા હતા. પેમેન્ટ ગેટવે ટ્રાનઝેક્શન માત્ર પાંચ સેકેંડમાં પૂરો કરી ફ્રોડ કરતા હતા.


મુસાફરો માટે ગુજરાતમાં આ 5 જગ્યાએ શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, જાણો કેવી હશે સુવિધા


ક્રાઇમ બ્રાન્ચની ટીમને સટ્ટાની માહિતી મળતા રેડ કરી હતી. રેડના સ્થળે પોલીસે તપાસ કરતા ઇકોર્મ્સ પ્લેટફોર્મ પરથી ફ્રોડ થતી હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 2 વર્ષથી આરોપીયો ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને કાર્યવાહીમાં જુદા જુદા એકાઉન્ટ્સથી ફ્રોડ થતા હોવાની માહિતી મળી છે.આરોપીઓએ 150 થી વધુ ટ્રાનઝેક્શન કરી મોંઘા કેમેરા, ડ્રોન જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સની ખરીદી કરી છે. જે તેઓ 70-80 ટકાના ભાવે વેચી દેતા હતા. વધુમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.