NRI સિનિયર સિટીઝનની આંખમાં મરચાની ભૂકી નાખનાર, ક્રાઇમ બ્રાંચની આંખોથી બચી ન શક્યા
આંખમાં મરચાંની ભૂકી નાખીને ઘરમાંથી ટીવી,મોબાઈલ, દાગીનાની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઈ ગયા. જે મામલે પોલીસે 1 સગીર સહિત 4 લોકો ને પકડી પાડી લૂંટનો ભેદ ઉકેલ્યો છે.
મૌલિક ધામેચા, અમદાવાદ : બહેરામપુરામાં એનઆરઆઇ (NRI) સિનિયર સીટીઝન (Senior Citizen) ને ઘરમાં જ બંધક બનાવી લૂંટ ચલાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. લૂંટારુંઓ મોડી રાત્રે ઘરમાં ઘુસી સિનિયર સીટીઝન (Senior Citizen) ની આંખમાં મરચાંની ભૂકી નાખીને ઘરમાંથી ટીવી,મોબાઈલ, દાગીનાની લૂંટ (Robbery) ચલાવી ફરાર થઈ ગયા. જે મામલે પોલીસે 1 સગીર સહિત 4 લોકો ને પકડી પાડી લૂંટનો ભેદ ઉકેલ્યો છે. મહત્વ નું છે કે આ લૂંટ માટે ટીપ આપનાર સગીર હોવાનું સામે આવ્યું છે.
શહેરના બહેરામપુરા (Baherampura) વિસ્તારમાં આવેલ આનંદજી કલ્યાણજી જૈન સોસાયટીમાં રહેતા એક NRI નરેન શાહ 7 વર્ષ થી રહે છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ 3 જેટલા લૂંટારુઓ એનઆરઆઇ (NRI) નરેન શાહના ઘરે પહોંચ્યા અને જેક અંકલ દરવાજો ખોલો તેમ કહીને નોક કર્યું .
જોકે પોતાના નામથી બુમ પાડતા દરવાજો ખોલતાની સાથે 3 જેટલા લૂંટારુઓ સિનિયર સીટીઝન આંખમાં ભૂકી નાખી અને બંધક બનાવી ઘરમાં રહેલ ટીવી, મોબાઈલ ,ઘરેણા ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ મામલે ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ મામલે લૂંટ માટે ટીપ આપનાર સગીર ની અટકાયત કરી છે.
Mohan Delkar Suicide Case હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બન્યો પ્રચારનો મુદ્દો, સાળાએ કર્યું આહવાન
પોલીસ ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું કે આ સમગ્ર ઘટના માં કોઈ સ્થાનિક આરોપી હોઈ શકે છે અને ઉંડાણ પૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે 14 વર્ષ ના સગીર આરોપી કે જે ફરિયાદીના ઘર પાસે જ રહેતો. અને એનઆરઆઇ (NRI) પાસેથી લૂંટમાં કઈ મળશે તેમ માની પોતાના અન્ય સાગરીતો ને કહી આ ની ઘટના ને અંજામ આપ્યો હતો.. સગીરની તપાસ માં એ પણ સામે આવ્યું છે કે ખોટા ખર્ચા માટે રૂપિયા ની જરૂર પડતા આ ઘટનાને અંજામ આપ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube