12 પાસ ચોર બન્યો કરોડપતિ; 150થી વધુ કરી ચુક્યો છે ચોરી, મોજ શોખ પૂરા કરવા ચોરી કરતો
હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હિતેશ જૈનની સપ્ટેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં એક્ટિવા ચોરીના 41 ગુના કરી ચુક્યો છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને 30 એક્ટિવા ચોરીની કબ્જે કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરોડપતિ એક્ટિવા ચોરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયલ ચોર અત્યાર સુધીમાં 150થી વધુ ચોરી કરી ચુક્યો છે હાલ પોલીસે 41 એક્ટિવા ચોરી નો ભેદ ઉકેલી ને 30 એક્ટિવા કબ્જે કરી છે.
7 જાન્યુઆરીથી ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ હિતેશ જૈન છે. જેનો અભ્યાસ માત્ર 12 પાસ પણ એક્ટિવા ચોરીમાં આ શખ્સ phd કરી ચુક્યો છે, કેમ કે આ હિતેશ જૈન એ એક નહિ બે નહિ પણ વર્ષ 2015 થી અત્યાર સુધી માં 150 થી પણ વધુ એક્ટિવા ચોરી ચુક્યો છે એક્ટિવા ચોરીનો માસ્ટર માઈન્ડ હિતેશ જૈન અમદાવાદ ના બધા જ વિસ્તાર સહિત રાજ્યના અન્ય શહેરોમાં એક્ટિવા ચોરી ના ગુના ને અંજામ આપી ચુક્યો છે.
Test Match: 147 વર્ષ બાદ બન્યો નવો રેકોર્ડ, સિરાજ બાદ બુમરાહે મચાવ્યો તરખાટ
હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હિતેશ જૈનની સપ્ટેમ્બર 2023થી જાન્યુઆરી 2024 સુધીમાં એક્ટિવા ચોરીના 41 ગુના કરી ચુક્યો છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને 30 એક્ટિવા ચોરીની કબ્જે કરી છે. ત્યારે અત્યાર સુધીમાં એક્ટિવા ચોરીનો માસ્ટર માઈન્ડ 150થી પણ વધુ એક્ટિવા ચોરી ચુક્યો છે અને અનેક વખત અલગ અલગ પોલીસના હાથે જેલમાં પણ જઈ ચુક્યો છે.
જાન્યુઆરીમાં આ દિવસે બનશે ગજકેસરી યોગ, આ 3 રાશિવાળાઓ છાપશે નોટો, થશે ધનવર્ષા
એક્ટિવા ચોરીના માસ્ટર માઈન્ડ હિતેશ જૈનની એક્ટિવા ચોરી કરવાની મોડ્સ ઓપરેંડી શું હતું એ જાણીએ તો હિતેશ જૈન દિવસ દરમિયાન ચાલતા ચાલતા કોઈ પણ જાહેર સ્થળ પર નીકળતો જ્યાં મોટા પાર્કિંગ હોય ત્યાં જઈને ડુપ્લીકેટ ચાવી એક્ટિવામાં લગાડીને માત્ર 2થી 3 મિનિટમાં જ એક્ટિવાની ચોરી કરીને રફુચક્કર થઈ જતો હતો.
ચોંકાવનારો કિસ્સો; આરોપીએ માનસિક અસ્થિર યુવતીનો દેહ પીંખ્યો, પછી માતા-બહેનો સાથે...
ત્યારબાદ એ એક્ટિવામાં પેટ્રોલ પૂરું થઇ જતું તો એ એક્ટિવા ત્યાં છોડી દેતો અને ત્યાંથી બીજું એક્ટિવા ચોરી કરી લેતો હતો અને તેમાંથી કિંમતી સાધન સામગ્રી વેચી દેતો અને એક્ટિવા પણ વેચી દેતો હતી. જે ભાવ મળે એ ભાવમાં અમુક એક્ટિવા પોલીસે એવા પણ મળ્યા છે. જે પીરાણા નજીક અવાવરું જગ્યા પર એમ જ મૂકી રાખ્યા હતા હિતેશ જૈન એ. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે અમુક એક્ટિવા એ છે જે ની કોઈ પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ અને કોઈ જગ્યા પર હિતેશ જૈન એ બિનવારસી મૂકી દીધી છે.
સુકન્યા સમૃદ્ધિ બાદ GPF વ્યાજ દરની જાહેરાત, સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત
આ ચોર કેમ કરોડપતિ કહેવાય છે આવો એ જાણીએ એકટીવા ચોર માસ્ટર માઈન્ડ હિતેશ જૈન ના શાહીબાગ વિસ્તાર માં એક એક કરોડ ના બે ફ્લેટ આવેલા છે જેમાં એક ફ્લેટ માં પોતે રહે છે અને બીજો એક ફ્લેટ ભાડે આપેલ છે ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હિતેશ જૈન દારૂ પીવાની ટેવ વાળો છે અને દારૂના પૈસા માટેથી એક્ટિવા ચોરી કરે છે અને સાથે જ પોતાના મોજ શોખ પણ પુરા કરે છે આરોપી ચોરીનો માસ્ટર માઈન્ડ રાજ્ય બહાર પણ અવરજવર કરે છે પોલીસનું માનવું છે કે હિતેશ જૈન એ અન્ય રાજ્યોમાં પણ એક્ટિવા ચોરી કરી છે, ત્યારે કરોડપતિ એક્ટિવા ચોરની પૂછપરછમાં વધુ કેટલી ચોરી સામે આવે છે એ જોવું રહ્યું.