અમદાવાદમાં આ ઘટનાને લઇને કોમી હિંસા ફાટી નીકળી હોત! પરંતુ સદ્દનસીબે....
આ ઘટના સંદર્ભે સ્થાનિકો અને હિન્દૂ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં વહેલી સવારે મંદિર બહાર જાહેર રોડ ઉપર કપાયેલી ગાયના અંગો મળતા ચકચાર ગઈ છે. આ ઘટના સંદર્ભે સ્થાનિકો અને હિન્દૂ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જોકે ગણતરીના કલાકોમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમે એક આરોપીની ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનિય છે કે ઇસનપુરમાં ગોવિંદવાડી પાસે મનસાપુર્ણ મહાદેવ મંદિરની બહાર આજે વહેલી સવારે પશુઓના માસ અને અંગોના ટુકડા રોડ પર પડેલા જોવા મળતા સનસની મચી ગઇ. આ સમગ્ર ઘટનનાને લઈને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જોકે બાદમાં શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી આ કેસમાં તપાસમાં લાગી ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી આધારે આરોપી ફૈઝલ ખાનને રખિયાલ પાસેથી પકડી પાડ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચે ઇસનપુર પોલીસના હવાલે કર્યો છે, ત્યારે આરોપીની પૂછપરછ બાદ શુ નવા ખુલાસા સામે આવે છે તે જોવું રહ્યું.
CCTV ફૂટેજ મેળવવાની તજવીજ
આ મામલે પોલીસને બાતમી મળી હતી કે ગોવિંદવાડીથી ઇસનપુર જતા રસ્તા પર કોઇ પશુના અંગો ફેંકીને ફરાર થઇ ગયું છે. આ બાબતની જાણ થતા તુરંત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જગ્યા પર પડેલા અંગોને પોલીસે તપાસ અર્થે કબજે લીધા હતા. તેમજ CCTV ફૂટેજ મેળવવાની પણ હાલ તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં એક ઈસમની ઓળખ થતાં તાત્કાલિકના ઘોરણે તેની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને એમાંય મહાદેવના મંદિરની સામે જ્યારે આ રીતે કપાયેલી ગાયના અંગો મળી આવે ત્યારે સ્વાભાવિક છે કે આ એક ગંભીર ઘટના કહી શકાય. કારણ કે આ ઘટનાને લઇને કોમી હિંસા ફાટી નીકળે તેવી સ્થિતિ પણ સર્જાઇ જતી હોય છે. આથી, વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી એક્શનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube