ઉદય રંજન/અમદાવાદ: સરખેજ વિસ્તારમાંથી યુવકની નગ્ન હાલતમાં મળી આવેલી લાશ મામલે ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પાંચેક મહિના યુવકની હત્યા કમિશનના રૂપિયામાં ભાગ માગતા થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું. ત્યારે હાલ પણ હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓની પોલીસે તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના ST કર્મચારીઓની દિવાળી સુધરી, ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય


પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણેય આરોપીઓ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ અરવિંદ ઠાકોર, દિવ્યાંશુ ચૌહાણ અને બેચર ઠાકોર છે. આ હત્યામાં અન્ય બે આરોપીઓ હાલ પણ પોલીસ ગિરફતથી બહાર છે. 


ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ: 48 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન, જાણો કેટલી આવક થઈ


ગુના અંગેની વાત કરીએ તો ગત 24 એપ્રિલ 2023ના રોજ સરખેજના સનાથલ બ્રિજ નજીકથી એક યુવકનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને સામે આવ્યું કે મૃતક પપ્પુ નિષાદ કે જે મૂળ ઉત્તર પ્રદેશનો અને સરખેજમાં છૂટક મજૂરી કરતા યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે અલગ અલગ ટિમો બનાવી ચોક્કસ બાતમી આધારે ત્રણ આરોપી પોલીસે અરવિંદ ઠાકોર, દિવ્યાંશુ ચૌહાણ અને બેચર ઠાકોરની સંડોવણી હોવાથી અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઇ. જોકે પકડાયેલા ત્રણે આરોપીની પૂછપરછ બાદ અન્ય બે આરોપીની પણ સંડોવણી ખુલી હતી.


ગુજરાતમાં ફરી વરસાદ જામશે? સમુદ્રમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ભાગોમાં ખતરો


બનાવ સમયે મૃતક પપ્પુ નિષાદના મૃતદેહ પરથી કેટલાક ઇજાના નિશાનો મળી આવેલા અને મૃતદેહ પરથી કપડા કાઢી લઈ આરોપીઓ ફરાર થયા હતા. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની પૂછપરછ કરતા ખુલ્યું કે આરોપીઓ સનાથલ બ્રિજના છેડે અવાવરું જગ્યામાં ચાલતા દેહ વિકર્યના ધંધો શાંતી થી ચાલવા દેવા માટે પ્રોટેક્શન મની એટલે કે ખંડણી પડાવવા આવ્યા હતા. 


'ઘર કા ભેદી લંકા ઢાએ', વાપીમાં 10.50 કિલો ચાંદી ચોરીમાં મોટો ઘટસ્ફોટ, કંપનીના ત્રણ..


પણ મૃતક પપ્પુ એ ખંડણી આપવાની મનાઈ કરતા આરોપીઓએ તેના પર હુમલો કરી માર મારી હત્યા કરી નાખી. જોકે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓ એ જીગર ચૌહાણ અને શંભુ પરમારે મૃતદેહનો નિકાલ કરવામાં મદદ કરી હતી. જેથી પોલીસે હત્યા અને પુરાવાના નાશના ગુનામાં ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


આવતીકાલે રવિવારે અંબાજી મંદિર અડધો દિવસ બંધ રહેશે, દર્શનનો સમય જાણીને નીકળજો


મહત્વનું છે કે હત્યા બાદ મૃતક પપ્પુની ઓળખ તેના ભાઈ દ્વારા કરવામાં આવેલી પરંતું હત્યા અંગે કોઈ ફરિયાદ દાખલ કરવામાં નોહતી આવી. જોકે ક્રાઈમ બ્રાન્ચે શરૂઆતથી આ કેસમાં તપાસ કરી ચોક્ક્સ સ્થાનિકોની મદદ અને બાતમીના આધારે આરોપીઓ સુધી પોહચ્યાં અને આખરે પાંચ મહિના બાદ હત્યાનો ભેદ ઉકેલાયો. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરી ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


હવે શું ખાશે ગુજરાત? ભારે વરસાદ અને પવનને લઈ 300 હેક્ટરથી વધુમાં રોપેલી ડાંગર જમીનદો