મૌલિક ધામેચા/અમદાવાદ : દેશમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર આરોપીની સાઇબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપી વેબસાઈટમાં છટકબારીનો લાભ લઇ પ્રતિબંધિત વિડીયો ડાઉનલોડ કરતો હતો. જે વેબસાઈટો અંગે સાઇબર ક્રાઇમ બંધ કરવા કેન્દ્ર સરકારને જાણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT: પ્રથમ વેવમાં મંદ પડી ગયેલો હીરા ઉદ્યોગ બીજા વેવ બાદ સોળે કળાએ ખીલી ઉઠ્યો ઉદ્યોગ


પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીની નામ સંજય ગાવરી છે. મૂળ અમદાવાદના જુના વાડજ વિસ્તારનો રહેવાસી છે. આરોપીની સાઇબર ક્રાઈમે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના બીભત્સ વિડીયો ડાઉનલોડ કરતો. બાદમાં સોસીયલ મીડિયા ના પ્લેટફોર્મ પર અને વોટ્સએપ ગ્રુપમાં મુકતો. જે અંગે સાઇબર ક્રાઇમ ને માહિતી મળતા આરોપી વિરુદ્ધ સરકાર તરફે ગુનો નોંધી ધરપકડ કરવામા આવા.


Junagadh: સ્વર્ગ જેવી અનુભૂતિ આપતા PM ના ડ્રીમ પ્રોજેક્ટને ત્રણ વર્ષ પુર્ણ


આરોપી સંજય ગાવરીનો મોબાઈલ પોલીસે કબ્જે કરતા સગીરોના સંખ્યાબંધ પોર્ન વિડીયો પણ મળી આવ્યા છે.જોકે આરોપીએ કેટલાક કાઢી નાખી ગ્રુપ પણ બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં  મોબાઈલ રિકવર કરી આરોપીએ ડીલીટ કરેલા ગ્રુપ અને પોર્ન વીડિયો પણ પરત મેળવી કેટલા વ્યક્તિઓ ને આ વિડીયો મોકલવામાં આવ્યા છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. આરોપી સંજય ગવરી ભલે ધોરણ-8 સુધી અભ્યાસ કરેલો હોય પરંતુ પ્રતિબંધિત વેબસાઈટ માંથી વિડીયો ડાઉનલોડ કરતા સાયબર ક્રાઈમને આ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરી રિપોર્ટ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube