Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદમાં કળયુગના કંસ મામાનો કિસ્સો સામે આવ્યો છે. એક મામાએ ઘરમાં બાળકોના અવાજથી કંટાળી તેની ભાણીને ક્રુરતાપુર્વક માર માર્યો હતો. સાથે જ બનેવીની માતાની હત્યા પણ કરી નાંખી હતી. મૃતક વૃદ્ધાએ દીકરાના સાળાને ગાળો બોલવાની ના પાડતા દંડા ફટાકરી આરોપીએ હત્યા કરી નાંખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રશ્યોમાં દેખાતો આ શખ્સ છે કળયુગનો કંસ મામા. તેનું નામ છે ગિરિશ. ગિરીશ હાલ હત્યા અને મારામારીના ગુનામાં પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપીની બહેન અને બનેવી કામધંધે ગયા હતા. ત્યારે ઘરમાં બાળકોનો ખુબ અવાજ થઇ રહ્યો હતો. જેનાથી કંટાળી આરોપી ગિરીશને ગુસ્સો આવી ગયો અને તેણે ભાણીને માર માર્યો હતો. સાથે જ તે ગાળો બોલતા બનેવીની માતા કમળાદેવીએ ગાળો બોલવાની મનાઇ કરી. તેથી ગિરીશ આવેશમાં આવી ગયો અને તેણે વૃધ્ધાની દંડા ફટકારી હત્યા કરી નાંખી હતી.


આ પણ વાંચો : 


200 વર્ષોથી ગુજરાતના આ ગામે હોળી જોઈ નથી, જ્યારે જ્યારે હોળી પ્રગટાવી ત્યારે ત્યારે


આરોપીના પિતાના મકાનમાં તે અને તેની સાથે તેના બનેવી સુરજસિંહ ગીલ પરિવાર સાથે રહે છે. એક તરફ માતાની હત્યા સાળાએ કરી નાંખી. જ્યાં બીજીબાજુ સુરજસિંહને ચિંતા છે તેમની દીકરીની. કારણકે તેઓના સાળાએ બેરહેમીથી તેમની બાળકીને ફટકારી હતી. .બાળકીને એટલી હદે ફટકારી કે મામાથી હવે આ બાળકી ડરી ગઇ છે. આટલું જ નહિ સિવિલ હોસ્પિટલમાં સુરજસિંહ દીકરીની સારવાર માટે ગયા ત્યારે ડોક્ટરોએ પણ પૂછતાછ કરતા ચોંકી ગયા હતા. હાલ બાળકીનો એક્સ રે પડાવવાની સાથે તેને આ ઘા ની રૂઝ આવે સાથે જ આવા નિર્દયી મામા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સુરજસિંહ કરી રહ્યા છે.


આ ઘટના બની ત્યારે આસપાસની મહિલાઓ પણ ત્યાં પહોંચી ગઇ હતી. જોકે આરોપીએ તમામ લોકોને ગાળો બોલી કાઢી મૂક્યા હતા. સાથે જ ફરિયાદીનું કહેવું છે કે આરોપી અગાઉ પણ અનેક વાર આ રીતે નશામાં બબાલ કરી ચૂક્યો છે. તે ઘણા સમયથી ઝઘડા કરી ત્રાસ આપતો હતો. 


આ પણ વાંચો : 


ઝુકેગા નહિ સાલા : જેલવાસ બાદ રાણાનો વટ પડ્યો, દેવાયત ખવડના ડાયરામાં રૂપિયાનો વરસાદ