ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટની મોટી ઘટના બની હતી. જેથી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદના શાહપુરમાં કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. સેક્ટર 1 નીરજ બડગુજર સહિત ક્રાઈમબ્રાંચની ટીમ દોડી આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્તા માહિતી અનુસાર, અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની લૂંટની ઘટના બની હતી. અંદાજે 3.5 કરોડની કિંમતના 6 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. એસ એસ તીર્થ ગોલ્ડના બે કર્મચારીઓ એક્ટિવા પર સવાર થઈને નીકળ્યા હતા. પરાગ અને ધર્મેશ નામના બે કર્મચારીઓને બાઈક સવાર 2 લૂંટારુઓએ શિકાર બનાવ્યા હતા. કર્મચારીઓ બપોરે સીજી રોડ રોડથી નીકળી નરોડા, નિકોલ અને બાપુનગર થઇને શાહપુર તરફ આવ્યા હતા. એક્ટિવાની આગળ મુકેલી 2 પૈકી 1 બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર થયા હતા. 



લૂંટ થયા બાદ કર્મચારીઓએ પીછો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. હાલ પોલીસે ઘટનાસ્થળ આસપાસના cctv ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે.