મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદમા બનેવીએ પોતાના સાળાની નિર્દયી રીતે હત્યા કરી છે. પત્ની સાથેનો ઝઘડાની અદાવત રાખીને બનેલીએ 7 વર્ષના માસુમ સાળાની હત્યા કરી છે. મૃતક સાથે ચાર બહેનો વચ્ચેનો એક માત્ર ભાઈ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડામાં 7 વર્ષીય બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. સગા બનેવીએ જ નાનકડા સાળાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પત્ની સાથે ઝઘડો થતા બદલો લેવા પતિએ પત્નીના દત્તક લીધેલા નાનાભાઈની હત્યા કરી છે. ચાર બહેનો વચ્ચે દત્તક લીધેલા એકના એક ભાઈની હત્યા કરાઈ છે. પહેલા બનેલી બાળકનું અપહરણ કર્યુ હતુ, અે બાદમાં તેના મૃતદેહને સાણંદ નજીક કેનાલમાં ફેકી દીધો હતો. દાણીલીમડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. 


આ પણ વાંચો : અમરેલીના ખેડૂતે છાશ અને દેશી ગોળથી એવુ ખાતર બનાવ્યું કે જમીન સોનુ પકવતી થઈ ગઈ


આર્મી સિપાહીએ કપાળ વચ્ચે ગોળી મારીને આત્મહત્યા કરી
શાહીબાગના કેન્ટોનમેન્ટમાં આર્મી સિપાહીએ ડ્યુટીથી આવી કપાળ વચ્ચે ગોળી મારી આપઘાત કર્યો છે. પંજાબના 27 વર્ષીય ગૂરજઇપાલસિંધ શીખ કેન્ટોનમેન્ટમાં નાયક આર્મી સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. શુક્રવારની વહેલી સવાર 3.45 એન્જિનિયર ક્વાટ્સ બાથરૂમમાં જઈ સિપાહીએ ઈન્સાસ રાઇફલથી ગોળી મારી આપઘાત કર્યો હતો. જોકે, આપઘાત પાછળ કારણ હજી જાણી શકાયુ નથી. શાહીબાગ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી.


આ પણ વાંચો : દમણમાં મહાષ્ટ્રથી આવેલા પ્રવાસીઓને બીચ પર લૂંટી લેવાયા, લૂંટ બાદ દોરડાથી બાંધી દીધા


અમદાવાદના અન્ય સમાચાર


  • ચાંદખેડામાં શુકન મોલની એક દુકાનના એક કર્મચારીએ માલિકની જાણ બહાર 9.27 લાખનો સામાન બારોબાર વેચી દીધો હતો. કર્મચારી સામ વિશ્વાસઘાત છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે.

  • મુથુટ ફિનકોર્ન કંપનીમાં દાગીના ઉપર 58.38 લાખ ઓવરફન્ડિંગ મેળવી તેમજ નકલી દાગીના આપી 33.28 લાખ લોન મેળવી છેતરપિંડી કર્યાની ચાર વ્યક્તિઓ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

  • TM પાસે BRTSની મુસાફરી દરમ્યાન એક મુસાફરની નજર ચૂકવી એક શખ્સે ચોરી કરી. મુસાફરના ખિસ્સામાં રહેલ 60 હજારની ચોરી કર્યાની રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

  • નિકોલમાં સ્કૂલની દિવાલ કૂદી ચોર શખ્સો ભોજલરામ સિનિયર સીટીઝન આશ્રમમાં પ્રવેશ કરી આશ્રમના અંદર આવેલ મંદિરની દાનપેટીમાંથી 1.75 લાખ ચોરી કરી ફરાર થયો હતો નિકોલ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી.