અમદાવાદમાં યુવતીની છેડતી, જ્યાં જ્યાં જતી ત્યાં તેની પાછળ પાછળ પહોંચી જતો
અમદાવાદ (Ahmedabad) માં ક્રાઈમ (crime news) દિવસેને દિવસે વધી રહ્યું છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો તેના શિકાર બની રહ્યાં છે. ત્યારે યુવતીની છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. એકતરફી પાગલ પ્રેમીએ યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું, અને તેની છેડતી કરી હતી.
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) માં ક્રાઈમ (crime news) દિવસેને દિવસે વધી રહ્યું છે. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો તેના શિકાર બની રહ્યાં છે. ત્યારે યુવતીની છેડતીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. એકતરફી પાગલ પ્રેમીએ યુવતીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું, અને તેની છેડતી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો આ બનાવ છે. આ વિસ્તારમાં એક યુવતી પોતાના માતાપિતા સાથે રહે છે. તે પરિવારની મદદ કરવા નોકરી કરે છે. ત્યારે આ વિસ્તારનો જ એક યુવક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. જોકે, યુવતીએ તેને પ્રેમ સંબંધ માટે સ્પષ્ટ ના પાડી હતી. છતા યુવકે તેનો પીછો (molestation) છોડ્યો ન હતો. તે અલગ અલગ રીતે યુવતીનો પીછો કરતો હતો. યુવતી નોકરી પર જતી તો યુવક તેની પાછળ પાછળ ત્યા પણ પહોંચી જતો. યુવતી જેમ ઘરની બહાર નીકળતી, યુવક તેનો પીછો કરતો હતો.
આ પણ વાંચો : ગુજરાતની એક નગરપાલિકાનું ફરમાન, ટૂંકા વસ્ત્રો પહેરીને ઓફિસમાં આવવુ નહિ...
યુવકથી કંટાળેલી યુવતીએ આખરે નોકરી કરવાનુ પણ છોડી દીધુ હતું. પરંતુ તાજેતરમાં યુવતી જ્યારે વહેલી સવારે 5 વાગ્યે મોર્નિંગ વોક પર નીકળી હતી ત્યારે યુવક ત્યાં પણ તેની પાછળ પહોંચી ગયો હતો. પરોઢિયે તે યુવતીનો પીછો કરીને રિવરફ્રન્ટ સુધી પહોંચી ગયો હતો. ત્યારે આખરે કંટાળીને યુવતીએ પોતાના માતાપિતાને આ વિશે જાણ કરી હતી. યુવતીને માનસિક રીતે હેરાન કરતા યુવક સામે માતાપિતાએ એક્શન લેવાનું નક્કી કર્યું. માતાપિતા સાથે યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનોં નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ક્રાઈમ રેટ (crime rate) વધી રહ્યો છે. એકલા રહેતા વૃદ્ધ દંપતીઓ પણ અમદાવાદમાં સલામત નથી. તો જાહેર માર્ગો પર ક્રાઈમનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં ગુજરાત પોલીસ (gujarat police) સબસલામતના બણગા ફૂંકી રહ્યું છે.