• નિવૃત્ત સેશન્સ જજને ફોન પર ધમકી આપનારો શખ્સ કામવાળીનો પતિ નીકળ્યો

  • આરોપીએ મહિલા જજને ફોન કરીને ગાળો ભાંડી અને ધમકી પણ આપી  


મૌલિક ધામેચા/ અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના નવરંગપુરા પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે, જેણે સેશન્સ કોર્ટના નિવૃત્ત જજને ધમકી આપતા અસંખ્ય ફોન કર્યા હતા. એટલું જ નહિ, આરોપીએ 24 કલાકમાં જુદા-જુદા નંબર પરથી 43 વખત ફોન કરીને નિવૃત્ત જજને ધમકી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરંગપુરા પોલીસે આ કેસમાં ચંદ્રપ્રકાશ વંશકાર નામના આરોપી (crime) ની ધરપકડ કરી છે. જેના પર સેશન્સ કોર્ટના નિવૃત્ત જજ ડો.જ્યોત્સનાબેન યાજ્ઞિકને 24 કલાકમાં જુદા-જુદા નંબર પરથી 43 વખત ફોન કરીને ધમકી આપવાનો આરોપ છે. આ અંગે ડો. જ્યોત્સનાબેનના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે પત્ની પ્રવેશબેન વંશકારે આરોપી પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદનું વેર વાળવા આ કૃત્ય કર્યું હતું. એટલુ જ નહિ, પણ આરોપી વિરૂદ્ધ ફરિયાદ થતા પોલીસ તરીકે ઓળખ આપીને ફોન પર ધમકી પણ આપી હતી. જેને પગલે ડો.જ્યોત્સનાબેનના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ફોન કરનાર તેમના ઘરઘાટીના પતિની ધરપકડ કરવામાં આવી.


આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે ક્રાંતિકારી સાબિત થાય એવું મશીન સુરતના વિદ્યાર્થીએ બનાવ્યું 


નવરંગપુરા પોલીસ ઇન્સ્પેકટર આર જે ચુડાસમા જણાવ્યા અનુસાર, ફરિયાદમાં ડો.જ્યોત્સનાબેનની તબિયત ખરાબ હોવાથી ઘરઘાટી તરીકે પ્રવેશબેન વન્સકારને રાખ્યા હતા. જે પ્રવેશબેને તેમના પતિ ચંદ્રપ્રકાશ વંશકાર વિરુદ્ધ તાજેતરમાં જ સોલા પોલીસમાં શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી. તે બાબતે પોલીસ સ્ટેશનથી ફોન આવત્તા ડો.જ્યોત્સનાબેનને આપ્યો હતો. તેમણે વચ્ચે પડી મધ્યસ્થી કરાવવા ફોન લીધો હતો. જેથી તેમણે ફોન પર હોદ્દો અને બક્કલ નંબર પૂછતા ફોન કરનારે ડો.જ્યોત્સનાબેનને બીભત્સ ગાળો બોલી હતી. ત્યારબાદ 17થી 18 ઓગસ્ટ સુધીમાં ડો.જ્યોત્સનાબેનના ફોન પર 2 જુદા-જુદા નંબર પરથી સંખ્યાબંધ વખત ફોન કરીને આરોપી ચંદ્રપ્રકાશે ગાળો બોલી હતી, તેમજ ધમકી પણ આપી હતી. ફરિયાદના આધારે પોલીસે ચંદ્રપ્રકાશની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ સમયે તે દારૂ પીધેલો હોવાથી તેની સામે પ્રોહિબિશનનો બીજો સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પરંતુ હાલ નવરંગપુરા પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.


આ પણ વાંચો : વિકૃતિઓથી ભરેલા આ શખ્સે તમામ હદ વટાવી, પાડી સાથે કર્યું ગંદુ કામ