અમદાવાદ: વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. રોકાણ પર વળતર આપવાની લાલચ આપી ગ્રાહકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવામાં આવ્યું છે. જે મામલે કંપનીના ભોગ બનનાર એજન્ટ વાડજ પોલીસ મથકમાં કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે .કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રોકાણકારોને કંપનીમાં રોકાણનું ઊંચું વળતર આપવની લાલચ આપી અનેક લોકોના રૂપિયા લીધા છે. વાડજમાં પોલીસ ફરિયાદ બાદ મોટી સંખ્યામાં એજન્ટો પણ કિમ કંપની સામે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.

હાલ તો વાડજ પોલીસે કંપનીના તમામ એજન્ટોના નિવેદનો નોંધી વધુ એક ફરિયાદ નોંધી છે. પરંતુ એક બાદ એક ગુજરાતમાં કૌભાંડ બહાર આવતા અનેક લોકોના રૂપિયા ડૂબ્યા છે. ત્યારે હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટું કૌભાંડ બહાર આવ્યું છે.