અમદાવાદ : શહેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતીને જોતા તંત્ર દ્વારા સોમવાર સુધીના સંપુર્ણ લોકડાનની જાહેરાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન કોઇ પણ અવર જવર પર પ્રતિબંધ લગાવાયો છે. આ કર્ફ્યૂને ધ્યાને રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આ તમામ વચ્ચે કેટલીક પરીક્ષાના આયોજન હતા તે અંગે વિમાસણ થઇ રહી છે. તેવામાં GPSC અને GTU દ્વારા પોતાની પરીક્ષાઓ રદ્દ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. CA સંસ્થાન દ્વારા રજુઆત કરવામાં આવતા CA ની પરીક્ષા આપવા માટે આવી રહેલા વિદ્યાર્થીઓને તેમના એડમીટ કાર્ડના આધારે પ્રવેશ આપવામાં આવશે તેવી છુટછાટ તંત્ર દ્વારા આપવામાં આવી છે. 


GTU દ્વારા આયોજિત Ph.dની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ
GTU દ્વારા આયોજિત Ph.dની એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ કરવામાં આવી હતી. અમદાવાદમાં કરફ્યુને કારણે રવિવારે આયોજિત એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રખાઈ છે. એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટના જુદા જુદા 30 જેટલા કોર્સ માટે એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન હતું. 1500 જેટલા વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફોર્મ ભર્યું હતું. હવે આગામી દિવસોમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. 


GPSC દ્વારા આયોજિત મેડિકલ ટીચર્સ એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ
GPSC દ્વારા આયોજિત મેડિકલ ટીચર્સ એન્ટ્રન્સ ટેસ્ટ મોકૂફ રાખવામાં આવી છે. 22,24, 26, 28 અને 29 નવેમ્બર દરમિયાન પરીક્ષા આયોજીત થવાની હતી. મેડિકલ ટીચર્સની ભરતી માટેની GPSC ની પરીક્ષા આયોજીત થવાની હતી. પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને SMS અને EMail દ્વારાજાણ કરવામાં આવશે. જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.