અમદાવાદ : શહેરમાં વધતા કોરોના સંક્રમણને ડામવા માટે તંત્ર દ્વારા આજરાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે. જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યું લાગુ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેર પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર છુટછાટ આપવામાં આવી છે તેવા વિદ્યાર્થીઓ જિલ્લા બહારથી પ્રવેશ મેળવી શકશે. આ ઉપરાંત ટ્રેન કે પ્લેનમાં મુસાફરી અર્થે જઇ રહેલા મુસાફરોને પણ છુટછાટ આપવામાં આવશે. જો કે તે સિવાય તમામ ધંધા અને વ્યવસાયો બંધ રહેશે. 


શું ચાલું રહેશે?
- લગ્ન પર સ્થાનિક પોલીસ મંજૂરી બાદ ઉજવણી કરી શકાશે.
- અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
- દૂધ વિતરણ અને કરિયાણા વિતરણ તથા તેને લગતા વાહનો ચાલુ રહેશે.
- રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવવી પડશે.
- એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહી શકશે.
- સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રાખવા પડશે.
- ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પણ અવર જવરને મંજૂરી આપવામાં આવી છે.
- પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
- તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી.
- તમામ છૂટછાંટોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
- પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી,પાણી, વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
- આ સિવાયના તમામ એકમો અને ધંધા રોજગાર બંધ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube