ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કરવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગની સંયુક્ત ટીમને સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા પાર્સલ અને ફોરેન પોસ્ટ ઓફિસ મારફતે ટેડીબિયર અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. જોકે આ ડ્રગ્સ માફીયાઓ અલગ અલગ દેશમાંથી ખોટા નામ સરનામા આધારે પાર્સલ મોકલાવી ડાર્ક વેબના માધ્યમથી હેરાફેરીની સિન્ડિકેટ ચલાવતા હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમે તે દિશામાં પણ વધુ તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધાર નહીં તો ગરબા નહીં! ખોટું બોલી વિધર્મીઓ ઘૂસ્યો તો ખેર નથી, કમિશ્નરને કરી આ માંગ


છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર અલગ અલગ સિન્ડિકેટ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને તેનો વપરાશ પણ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વધ્યો હોવાનું પણ માનવું રહ્યું. દેશની યુવા પેઢીને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાનું મુખ્ય કારણ ડ્રગ્સ માનવામાં આવી રહયુ છે ત્યારે આ બદીને દૂર કરવા નારકોટિક્સ વિભાગ અને પોલીસ ફોર્સ સક્રિય બની કામગીરી કરી રહી છે. 


ગુજરાત સરકારના ST કર્મચારીઓની દિવાળી સુધરી, ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય


પરંતુ ડ્રગ સપ્લાયરો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી પોલીસથી એકદમ આગે ચાલવા હવે ઓનલાઇન ડ્રગ્સ વેચી ક્રિપ્ટો કરન્સીમાં પૈસા મેળવતા થયા છે. યુવાધન પણ આ ડ્રગ્સ વિદેશથી મંગાવી પહેલા ઓનલાઈન ચુકવણી કરે છે. અમદાવાદ સાઈબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા આવા જ એક એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટને ટ્રેક કરી પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. અને અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે આવેલા 20 અલગ અલગ પાર્સલો કબ્જે કર્યા છે.


ભાદરવી પૂનમ મેળાની પૂર્ણાહુતિ: 48 લાખથી વધુ માઈભક્તોએ કર્યા દર્શન, જાણો કેટલી આવક થઈ


ગેરકાયદેસર ગુજરાતમાં આવતા ડ્રગ્સ કંસાઈમેન્ટ પર સાઇબર ક્રાઇમની ટીમ ડાર્કવેબ સહિત અન્ય સોશિયલ મીડીયા સાઇટ પર ખાનગી રીતે નજર રાખતું હતું. જેમાં તાજેતરમાં એક મોટું કંસાઈમેન્ટ અમદાવાની ફોરેન પોસ્ટ ઓફીસમાં આવ્યું હોવાનું ધ્યાને આવતા કસ્ટમ ઓફિસરોને સાથે રાખી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અને આ માદક પદાર્થ કબ્જે કરી FSLમાં ખાતરી કરાવતા કોકેઇન અને હાઈબ્રીડ ગાંજો હોવાનું ખુલ્યું. 


ગુજરાતમાં ફરી વરસાદ જામશે? સમુદ્રમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ભાગોમાં ખતરો


મહત્વનું છે કે આ પાર્સલ તપાસતા ટેડીબિયર અને પુસ્તકોમાં છુપાવેલું હોવાનું ખુલ્યું. હાલ પોલીસે આ કુરિયરમાંથી કોકઈન 2.31 ગ્રામ જેની અંદાજિત કિંમત ₹2.31 લાખ અને 5 કિલોથી વધુ ગાંજો સહિત 50લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો.


'ઘર કા ભેદી લંકા ઢાએ', વાપીમાં 10.50 કિલો ચાંદી ચોરીમાં મોટો ઘટસ્ફોટ, કંપનીના ત્રણ..


મહત્વનું છે કે ડ્રગ્સ ખરીદનારાઓ સોશિયલ મીડિયા મારફતે આ ડ્રગ્સ ખરીદવા માટે ક્રીપ્ટો કરન્સીમાં પહેલેથી જ પૈસાની ચુકવણી કરી દેતા અને બાદમાં પાર્સલ થકી આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું જે નવા જ પ્રકારની હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. ડ્રગ ડીલરો પણ ડાર્ક વેબનો ઉપયોગ કરતા જેથી પોલીસ અને સાઇબર ક્રાંતિ બચી શકાય અને ડીલરો દ્વારા વિદેશથી આવેલા કુરિયર ઉપરના સરનામા અને મોબાઈલ નંબર પણ ખોટા લખવામાં આવતા. હાલ તો આ જ મોડેશ ઓપરેન્ડી ટ્રેક કરતા સાયબર ક્રાઈમ દ્વારા જે પણ પાર્સલ ફોરેન પાર્સલ ઓફિસમાં આવેલા છે તેના એડ્રેસ અને ફોન નંબરની ચકાસણી શરૂ કરી છે. એટલું જ નહીં પણ ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સ ફોરેનથી આવતા કુરિયરમાં કેનેડા, યુએસએથી આવતા હોવાનું સામે આવ્યું છે.


આવતીકાલે રવિવારે અંબાજી મંદિર અડધો દિવસ બંધ રહેશે, દર્શનનો સમય જાણીને નીકળજો


અમદાવાદ સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ એ પકડેલા ડ્રગ્સ પાર્સલોમાં કેવી રીતે એડ્રેસ સપ્લાય કરવામાં આવતું તેનું પણ રિસર્ચ કરવામાં આવ્યું જે દ્રશ્યોના મારફતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌ પહેલા કોકેઇનનું લિક્વિડ ફોર્મમાં કરવામાં આવતું હતું. ત્યારબાદ તેના ઉપર કાગળ મુકવામાં આવતો હતો. 


ઘરની આ જગ્યામાં પિતૃ કરે છે વાસ, પિતૃ પક્ષ દરમિયાન ઘીનો દીવો કરવાથી તૃપ્ત થશે પૂર્વજ


કાગળ પર જ્યારે કોકેઇન ચોટી જાય ત્યારે તેને ગરમ પાણીની વરાળ ઉપર થોડા સમય માટે બાફ દેવામાં આવતી હતી. જેને લીધે કાગળ પર અલગ લેયર બની જતું હતું અને આ કાગળને અલગ અલગ નોટબુકની વચ્ચે રાખી દેતા જેથી આ બુક ડ્રગ્સ ખરીદનાર વચ્ચે મુકેલા કાગડોને ફરીથી ઉકાળેલા પાણીમાં ટુકડા કરી કાગળ પર ચોટેલું કોકાઇન છૂટું પાડી વધેલા કાગળો ફેંકી દેતા. ત્યારે હાલ તો સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા આવા પાર્સલોને વધુ ચોકસાઈથી ચકાસી ડ્રગ ડીલરો સુધી પહોંચવા સક્રિય બન્યું છે.