ઉદય રંજન/અમદાવાદ: ગાંધીનગર RTO લાયસન્સ કૌભાંડ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસ એ વેગ પકડ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ વધુ એક IPC ઉમેરી છે. ઉલ્લેખનીય છે કે લાયસન્સની અરજીઓમાં પણ છેડછાડ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા અને મોદી બધું જ જાણે છે છતાં ચૂપ કેમ?દિલ્હીએ કંઈ ના કરીને પણ મોટો ખેલ પાડી દીધો


અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે તપાસના કામે આરટીઓ કચેરી ગાંધીનગર ખાતેથી તેઓનું અધિકારી/ કર્મચારીઓનું રજીસ્ટર તપાસના કામે માંગતા આપ્યું નથી, જેમાં નોકરી રજીસ્ટર તેમજ વિડીયો ફૂટેજ સને 2021થી સને 2022 સુધીના ડેટા તેઓની કચેરીથી મળેલ નથી. જે ડેટા તે એ બેકઅપ લઇ જે તે અધિકારીએ સ્ટોર રાખવાનો હોય છે, જે તમામ ડેટા તેની કચેરી ખાતેથી આપેલ નથી જેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચને લાગી રહ્યું છે કે કોઈ દ્વારા પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે. 


Photos: ચોટીલા દર્શન કરવા ગયો હતો કપડવંજનો પરિવાર, ઘરે 10 લોકોની લાશ આવી


આ સહિત તપાસમાં સામે આવ્યું છે કે કેટલીક અરજીઓ છે જેમનો ડેટા ઓફિસ સમય બાદ pull કરવામાં આવેલ હોય તેમજ ડેટા ઓટોમેટીક સિક્વન્સ જનરેટ થતો હોય જેમાં વચ્ચેથી અરજી ઓ એડીટીંગ કરવામાં આવેલ છે. જેથી ટાઈમિંગમાં વેરીએશન જોવા મળેલ છે સાથે જ તેમજ જે તે અધિકારીઓની નોકરી હોય તે દરમિયાન અટક કરવામાં આવેલ અધિકારીનાઓએ ટેસ્ટ લીધેલ ન હોય તેવી અરજીઓની ડેટા મળી આવેલ છે અને તેમાં ચડાવેલ છે તો તેમાં પણ છેડછાડ કરવામાં આવ્યું હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે.


બગોદરા હાઈ-વે મરણ ચિચિયારીથી ગુંજ્યો: અનેક નેતાઓએ ટ્વીટ કર્યું, શક્તિસિંહે સરકારને..


ગાંધીનગર RTO લાયસન્સ કૌભાંડમાં વધુ એક IPCની ઉમેરો કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીએ 409ની કલમનીનો ઉમેરો કરવામાં આવ્યો છે, ત્યારે જો આ 409ની કલમની વાત કરવામાં આવે છે. સરકારી દસ્તવેજો સાથે છેડછાડ કરવી અને જાળવણી ન કરવી ત્યારે તપાસ એજન્સીનો દાવો છે કે આ કેસમાં હજુ પણ વધુ આરોપીઓ પોલીસ તપાસમાં સામે આવી શકે છે. 


હૃદયના તાર ઝણી ઉઠે તેવી સ્ટોરી! કાંટાળી વાડમાંથી મળેલું ફુલ હવે USની ગલીઓમાં મહેકશે