ઉદય રંજન, અમદાવાદ : અમદાવાદમાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ વધુ બની રહ્યા છે. સાયબર ક્રાઇમ પણ તેનું કામ કરી રહી છે, પણ ક્યારેક એવું બને છે કે ભોગ બનનાર અરજી કરે પછી તેને સાયબર ક્રાઇમમાં ધક્કા ખાવા પડે છે અને પોલીસનો કડવો અનુભવ થતો હોય છે. લોકોને કડવો અનુભવ ન થાય તે માટે સાયબર ક્રાઇમે એક ઇનહાઉસ પ્રોગ્રામ ડેવલપ કર્યો છે. સાઈબર ક્રાઈમે વિક્સાવેલા આ નવા સોફ્ટવેર અંગે વિસ્તૃત માહિતી અહીં રજુ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશન હવે સ્વતંત્ર પોલીસસ્ટેશન છે. પહેલા તે ક્રાઇમબ્રાંચનો એક ભાગ ગણાતો હતો. પણ છેલ્લા કેટલાક મહિનાથી તેને સ્વતંત્ર પોલીસસ્ટેશન જાહેર કરાયું છે. ત્યારે અમદાવાદ સહિત આસપાસના શહેરો કે ગામડાઓના લોકો ઓનલાઇન છેતરપિંડી કે અન્ય અનેક પ્રકારની છેતરપિંડીનો ભોગ વધુ વાર બની રહ્યા છે..અને તે માટે તે લોકોને સાયબર ક્રાઇમમાં અરજી કે ફરિયાદ આપવાની હોય છે. સામાન્ય રીતે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસને એકાદ મહિનો કે છ મહિના પણ લાગતા હોય છે અને તે માટે ફરિયાદી રાહ જોઇ શક્તો નથી, અને વારંવાર તેને સાયબર ક્રાઇમના ધક્કા ખાવા પડે છે. પણ આ ધક્કા ન ખાવા પડે તે માટે સાયબર ક્રાઇમે સાયબર કેર નામનું સોફ્ટવેર ઇનહાઉસ વિકસાવ્યું છે. જેનાથી ભોગ બનનારને સાયબર ક્રાઇમના ધક્કા નહિ ખાવા પડે.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...