કોરોનાનો ભય : અમદાવાદ સાયબર ક્રાઈમમાં માસ્ક પહેરીને જ બધુ કામ થશે
રાજ્યભરમાં હાલ કોરોના વાયરસ (Corona Virus) નો હાહાકાર યથાવત છે, ત્યારે અમદાવાદ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પણ કોરોનાના ભયને કારણે પોલીસ વિભાગે પણ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાની અસર પોલીસ પર વર્તાય નહિ તે માટે પોલીસ કર્મચારીઓ પણ માસ્ક (mask) પહેરી કામગીરી કરી રહ્યાં છે. સાથે સાઇબર ક્રાઇમમાં આવતા અરજદારને પણ સેનિટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ જ ફરિયાદ અંગેની વાતચીત કરવાની સૂચના આપી દેવાઈ છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :રાજ્યભરમાં હાલ કોરોના વાયરસ (Corona Virus) નો હાહાકાર યથાવત છે, ત્યારે અમદાવાદ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. પણ કોરોનાના ભયને કારણે પોલીસ વિભાગે પણ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. કોરોનાની અસર પોલીસ પર વર્તાય નહિ તે માટે પોલીસ કર્મચારીઓ પણ માસ્ક (mask) પહેરી કામગીરી કરી રહ્યાં છે. સાથે સાઇબર ક્રાઇમમાં આવતા અરજદારને પણ સેનિટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ જ ફરિયાદ અંગેની વાતચીત કરવાની સૂચના આપી દેવાઈ છે.
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સાયબર સેલમાં તમામ કર્મચારીઓને માસ્ક પહેરીને જ કામગીરી કરવા માટે ઉચ્ચ અધિકારી આદેશ અપાયો છે. આ પ્રકારની કામગીરીથી શહેરીજનોમાં અવેરનેસ આવે તેવો પ્રયાસ છે. સાથે જ પોલીસકર્મીઓને પણ કોરોનાથી બચાવી શકાશે. જેથી સાવચેતીના ભાગ રૂપે કર્મચારીઓને માસ્ક પહેરીને ફરજ પર બજાવી રહ્યા છે.
સુરત : ઈન્ટરનેશનલ ફ્લાઈટથી આવતા મુસાફરો માટે ખાસ કોરેન્ટાઈન વોર્ડ તૈયાર કરાયો
સ્કુલ બંધ થતા ઓનલાઈન વર્ગો શરૂ થયા
WHO દ્વારા કોરોના વાયરસને વિશ્વવ્યાપી રોગચાળો જાહેર કરાયો છે. પણ ગુજરાત કોરોના કેસોમાં સૌથી સલામત માનવામાં આવે છે. આ સલામતીને ધ્યાનમાં રાખીને મોલ, મલ્ટીપ્લેક્સ અને સ્કૂલ બંધ રાખવા ગુજરાત સરકારે પણ નિર્દેશ જાહેર કર્યા છે. તાજેતરમાં જ અમદાવાદની CBSE શાળાએ કોરોના વાયરસથી વિદ્યાર્થીઓની જાગૃતિ અને શિક્ષણને લઈને પહેલ શરૂ કરી છે. શિક્ષકોને સ્કૂલમાં બોલાવીને બાળકોને ભણાવવા માટે ઓનલાઇન વર્ગો શરૂ કરાયા છે. જેથી દરેક બાળક ઘરે બેસીને મોબાઈલ અથવા ટીવીથી અભ્યાસ કરી શકે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકોએ આવી રીતે ભણાવવાનું શરૂ કર્યું છે. જોકે, કોઈ બાળક વર્ગમાં ભણવા જોવા મળતો નથી. તુલીપ ઈન્ટરનેશનલ સ્કૂલની આ પહેલમાં વિદ્યાર્થીઓ ઘરે જ બેસીને અભ્યાસ કરી શકશે. વર્ગમાં શીખવનાર શિક્ષક લાઇવ સ્ટ્રીમિંગ યુટ્યુબ સાથે વીડિયો બનાવી વિદ્યાર્થીઓને ભણાવશે. જેથી વિદ્યાર્થીઓ ઘરેબેઠા ઓનલાઇન અભ્યાસ કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...