ઉદય રંજન/અમદાવાદ :છેલ્લા ગણતરીના માસમાં જ ગુજરાતીઓના 69 કરોડ સાયબર ક્રાઇમ (crime branch) ના ગુનામાં ડૂબી ગયા છે. તો સાયબર ક્રાઇમના ગુનાઓ સામે રક્ષણ કવચ સમાન આસ્વસ્ત પ્રોજેકટ હેઠળ માત્ર સાત કરોડ જ સાયબર ક્રાઇમ બચાવી શકી છે. જે વાત શરમજનક છે. કેમકે મોટાભાગની સુવિધા સાયબર ક્રાઇમને અપાઈ છતાંય તે લોકોના નાણાં ન બચાવી શકી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન બાદ લોકો ડિજીટલ વેગ તરફ વધ્યા છે. ઓનલાઈન પેમેન્ટ ઓનલાઈન ખરીદી સહિત ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ડિજીટલ ઉપયોગના કારણે મોબાઈલ ધારકોના ડેટા પણ ઓનલાઈન સસ્તા ભાવે વેચાઈ રહ્યાં છે. આ ડેટાના માધ્યમથી સાયબર ક્રાઇમના ગુના કરતી ટોળકી લાલચ, યુક્તિ પ્રયુક્તિથી લોકોને છેતરીને રૂપિયા પડાવી લે છે. ત્યારે ગુજરાતમાં સાયબર ક્રાઇમને અટકાવવા માટે સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ ખાસ શરૂ કરવામા આવ્યો હતો. ફેબ્રુઆરી 2019 થી ત્યારે અત્યાર સુધીમાં ગુજરાતીઓ 69 કરોડ 58 લાખ ગુમાવી ચૂક્યા છે, તો તેની સામે સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ માત્ર 7 કરોડ 40 લાખ રૂપિયા જ બચાવવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સફળ રહી છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં ફરવાના સ્થળોના લિસ્ટમાં આ સાઈટનો કરો ઉમેરો, જિંદગીભર યાદ રહેશે આ અનુભવ 


કેવા કેવા ગુના બને છે


બીભત્સ ફોટો અપલોડ કરવા, ફે એકાઉન્ટ બનાવવા, પોલિસીને લગતા ગુના, ઓનલાઈન વ્યવસાય, બનાવટી ઈમેલ, Kyc અપડેટ, ઓનલાઇન બેકિંગ, ઓટીપી, બનાવટી પ્રોફાઇલ મોર્ફિંગ, ફેક ન્યૂઝ, બ્લેક મેઇલિંગ, આર્મીના નામે કાર વેચવી


ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં સાઇબર ક્રાઇમની ઘટના


વર્ષ    2017    458


વર્ષ    2018    702


વર્ષ    2019    784


આ પણ વાંચો : અમદાવાદની ફિરદૌશ અમૃત સ્કૂલની દાદાગીરી, ફી ઉઘરાવ્યાં બાદ જૂની ફીના ડિફરન્સના નાણાં માગ્યા


સાયબર ક્રાઇમ અલગ અલગ સંસ્થામા જનજાગૃતિ માટે કાર્યક્રમ કરીને જાણે ધતિંગ કરે છે, પણ લોકોના નાણાં અનેક સુવિધાઓ પોતાની પાસે હોવા છતાં બચાવી શકી નથી. તો બીજી તરફ સાયબર ક્રાઈમ કરતી ગેંગ અવનવી ટેકનિક ગુના કરવાની લઈને લોકોને છેતરી રહી છે અ સાયબર ક્રાઇમની ટીમ આ ચેલેન્જ પડકારવામાં અંશતઃ સફળ થઈ છે. ત્યારે ક્યાં સુધી લોકોના નાણાં ઠગબાજો ચાઉં કરતા રહેશે અને ક્યાં સુધી હાથ પર હાથ દઈ સાયબર ક્રાઇમની ટીમ બેસી રહેશે તે સવાલ છે.