અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં એક ડાન્સ ક્લાસના સંચાલક દ્વારા 13 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલા કર્યાં હતા. થોડા દિવસથી આ ઘટનાક્રમ ચાલતો હતો ત્યારબાદ આ ઘટનાની જાણ થતા સગીરાના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 


પોલીસને આ ફરિયાદ મળતા ડાન્સ ક્લાસના સંચાલકની ધરપકડ કરાવામાં આવી હતી. ડાન્સ ક્લાસના સંચાલક પર આરોપ છે કે ડાન્સ શિખવાડતી વખતે તેણ સગીરા સાથે અડપલાં કર્યા. ડાન્સ ક્લાસનો સંચાલક 25 જેટલા વિદ્યાર્થીઓને ડાન્સ શિખવાડો હતો. જો કે, થોડા દિવસથી તે સગીરા સાથે અડપલાં કરતો હતો. જે અંગેની જાણ સગીરાએ તેના માતા-પિતાને કરતાં માતાપિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ નારોલ પોલીસે સગીરાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.