Gujarat Education : ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે. ગુજરાતમાં સરકારી શાળાઓ ન હોવાના બરાબર છે, અને ખાનગી શાળાઓ મનમાની કરી રહી છે. જેને કારણે વાલીઓ પીસાઈ રહ્યાં છે. ત્યારે ફી મામલે ખાનગીઓ શાળાઓ દ્વારા કરાતી મનમાની સામે ડીઈઓએ મોટું એક્શન લીધુ છે. હવેથી ખાનગી શાળાઓ આખાવર્ષની એકસાથે ફી ઉઘરાવી નહિ શકે. માત્ર ત્રણ મહિનાની જ ફી વસૂલી શકશે. સાથે જ નોટિસ બોર્ડ પર ફી માળું જાહેર કરવા તમામ ખાનગી શાળાઓને આદેશ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં શહેરની કેટલીક શાળાઓ શૈક્ષણિક સત્ર પહેલા જ ફીની ઉઘરાણી શરૂ કરી દે છે. એટલું જ નહિ, ફી ન ભરાય તો પરિણામ નહિ મળે તેવી ધમકી પણ આપવામાં આવે છે. ત્યારે આવી ધમકી વચ્ચે પીસાતા વાલીઓ ક્યાંય ફરિયાદ પણ કરી શક્તા નથી. ત્યારે આ ધમકીઓ હવે ડીઈઓ સુધી પહોંચી હતી. જેના બાદ ડીઈઓ દ્વારા શહેરની તમામ શાળાઓને સ્પષ્ટ આદેશ અપાયો છે કે, એકપણ શાળા નવુ સત્ર શરૂ ન થાય ત્યા સુધી ફી નહિ ઉઘરાવી શકે. સત્ર શરૂ થાય ત્યારે માત્ર ત્રણ મહિનાની જ ફી ઉઘરાવી શકાશે, એ સિવાય આખા વર્ષની ફી ભરવા દબાણ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


રૂપાલાએ જાહેરમાં માફી માંગી ક્ષત્રિયોને કરી વિનંતી, પોતાની ભૂલ સ્વીકારીને કહી આ વાત


આ સિવાય ડીઈઓ દ્વારા એ પણ આદેશ કરાયો કે, તમામ સ્કૂલોએ એફઆરસીએ મંજૂર કરેલફી માળખું ફરજિયાત નોટિસ બોર્ડ પર લગાવવાનું રહેશે. 


અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ ખાનગી શાળાઓને નિયમોનો પરિપત્ર મોકલ્યો છે. આ પરિપત્રમાં જણાવાયું કે, શાળાઓને કરાયેલ ફીના આદેશનું પાલન તમામે ચુસ્તપણે કરવાનુ રહેશે. સાથે જ શાળાઓ ફી નિયમનના કાયદા અનુસાર ફી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે તેના કરતા વધુ ફી નહિ લઈ શકે. જો શાળા દ્વારા નક્કી કરાયેલ ફી કરતા વધુ ફી લેવામાં આવશે તો શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. 


ગુજરાતના 16 થી વધુ જિલ્લાઓમાં આજે કમોસમી વરસાદની આગાહી, જોરદાર પવન પણ ફૂંકાશે


શાળાઓ નિયમ અનુસાર, શૈક્ષણિક સત્ર ચાલુ થાય ત્યાર બાદ જ ફી ઉઘરાવી શકે છે. તે પહેલા કોઈ પણ ફી શાળાઓ દ્વારા લેવામાં આવશે નહિ. જો કોઈ પણ શાળા આ બાબતનું ઉલ્લંઘન કરશે તો તેના પર દંડ થશે. તેમજ માન્યતા રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. 


આ અંગે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, કેટલીક શાળાઓ સામે રજૂઆતો મળ્યા બાદ તમામ સ્કૂલોને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં ફી નિયમના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા માટે તાકીદ કરાઈ છે. 


લિફ્ટથી સાવધાન, સુરતમાં લિફ્ટ પડતા 4 ના હાડકાં તૂટ્યા, જામનગરમાં ફસાયેલા સગીરનું મોત