મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશ્નરે ટ્રાફિક અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત વાહન ચાલકોએ ગતિ મર્યાદામાં રહીને વાહ ચાલવવું પડશે નહિંતો જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ કમીશ્નર દ્વારા શહેરમાં થઇ રહેલા અકસ્માતોને અટાકાવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરમાં બેફામ વાહનો ચલાવતા લોકોની ગતિ પર મર્યાદા લગાવામાં આવશે. અને જો કોઇ આ માર્યાદા બહાર વાહન ચલાવશે તો જાહેરનામાનો ભંગ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જેથી શહેરમાં થઇ રહેલા અકસ્મત પર રોક લાગશે. ગતિ મર્યાદા નિરર્ધારિત થતા શહેરમાં ટ્રાફિકમાં અનેક ધણો ઘટાડો પણ જોવા મળશે. 


આ વાહનોની સ્પિડ થઇ નક્કી 


  • ભારે અને મધ્યમ વાહન 40 KM/કલાક

  • ફોર વ્હીલર 60 KM/કલાક

  • થ્રી વ્હીલર 40 KM/કલાક

  • ટુ વ્હીલર 50 KM/કલાક

     

    જુઓ LIVE TV :