મૌલિક ધામેચા/અમદાવાદ : ક્રાઇમબ્રાંચ દ્વારા હની ટ્રેપ મુદ્દે મોટી કાર્યવાહી કરી છે અને તત્કાલિન પૂર્વનાં મહિલા પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરી છે. ગીતા પઠાણ પર હની ટ્રેપ ગેંગને મદદ કરવાના આરોપ હેઠળ આ કાર્યવાહી કરી છે. અમદાવાદનાં વેપારીઓને ટાર્ગેટ કરી મિત્રતા કેળવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી ગેંગનાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, ગેંગમાં ડિસમિસ પોલીસ અને વકીલ પણ સામેલ હોવાનું ચોંકાવનારુ સામે આવ્યું છે. આ લોકો મહિલા ક્રાઇમમાં ખોટી અરજી કરીને વેપારીઓને ડરાવતા હતા. આ ગેંગનો માસ્ટર માઇન્ડ ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી છે. બીજો આરોપી બિપિન પરમાર વકીલ છે. ઉન્નતી રાજપુત તે યુવતી છે જે મિત્રતા કેળવી લોકોને ફસાવતી હતી. આ લોકો અન્ય સાગરીતો સાથે મળીને 50થી 60 વર્ષનાં વેપારીઓને ટાર્ગેટ કરતા હતા. સમાધાનનાં નામે તેમની પાસેથી તોડ કરતા હતા. 


ગેંગનો માસ્ટર માઇન્ડ જીતેન્દ્ર મોદી ફેસબુક પર અલગ અલગ યુવતીઓનાં નામે એકાઉન્ડ બનાવીને વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતો હતો. ત્યાર બાદ મેસેન્જર પર વાત કરીને મોબાઇલ નંબર આપી દેતો હતો. આ નંબર પર ઉન્નતી અને ગેંગમાં રહેલી અન્ય યુવતી જહાન્વી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીઓને હોટલનાં રૂમ અથવા કારમાં બોલાવી એકાંત માણવા મોકલી દેતા હતા. 


આ સમગ્ર ઘટના બાદ વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો. અરજી બાદ ગેંગના અન્ય લોકો યુવતીનાં બેન બનેવીની ઓળખ આપી વેપારીઓને ડરાવતા અને પોસ્કો અને બળાત્કારની કલમ દાખલ થશે તે પ્રકારે ડરાવી રૂપિયા પડાવી લેવાનું કામ કરતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube