આશ્કા જાની/અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) કેસથી વિવાદોમાં આવેલ DPS સ્કુલ કેસમાં સીઈઓ મંજુલા શ્રોફ (Manjula Shroff), હિતેન વસંત અને અનીતા દુઆની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ફગાવી દીધી છે. ત્રણેયની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી કોર્ટનું અવલોકન આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે અને કેસની તપાસમાં આરોપીઓની હાજરીની જરૂર છે માટે આગોતરા જામીન નહિ આપી શકાય તેવું જણાવ્યું છે. ત્યારે આગામી દિવસમાં ત્રણેયની ધરપકડ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 વર્ષ બાદ ગોધરાકાંડ પાર્ટ-2 રિપોર્ટ આવ્યો, નાણાંવટી કમિશને તત્કાલીન CM નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી


ડીપીએસ સ્કૂલ વિવાદ મામલે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆએ આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોતાનો ચુકાદો આપવામાં સોમવારની મુદત આપી હતી. સોમવારે જજમેન્ટ તેયાર ન હોવાના કારણે કોર્ટે 10 ડિસેમ્બર પર અનામત રાખ્યો હતો. તમામની આગોતરા જામીન અરજી પર દલીલો પૂર્ણ થઈ ચૂકી હતી. આ કેસમાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી આર.બી. રાણાએ મીરઝાપુર કોર્ટમાં એક એફિડેવીટ કરીને આરોપીઓની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને એફિડેવિટીમાં એવી રજૂઆત કરી હતી કે, આ કેસના આરોપીઓની હાજરી વગર સ્કૂલની મંજૂરી માટે લેવામાં આવેલી બનાવટી એનઓસી રિકવર થઇ શકે એમ નથી.


વડોદરા દુષ્કર્મ કેસ: બળાત્કારીઓએ કેવી રીતે સગીરાને 6 ફૂટની દીવાલ કૂદાવી, તે જોઈ પોલીસ પણ ચોંકી


આરોપીઓએ એનઓસી મેળવવાની દરખાસ્તમાં તંત્રને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી ખોટી વિગતો રજૂ કરી હોવાથી આ ગુનાની તટસ્થ અને ન્યાયિક તપાસ માટે પણ આરોપીઓની હાજરી જરૂરી છે. તપાસ અધિકારી તરફથી એફિડેવિટમાં કોર્ટને એવી વિનંતી પણ કરવામાં આવી હતી કે, આ કેસના આરોપીએ સહ આરોપીઓ સાથે મળીને એનઓસી મેળવવાની દરખાસ્તમાં ખોટી માહિતી આપી હતી. આ એનઓસીનો ઉપયોગ કરી સીબીએસઇ બોર્ડની માન્યતા મેળવી હતી. જે શિક્ષણ જગતને કલંકરૂપ ગંભીર ગુનો છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે છેતરપિંડી કરી શિક્ષણ ક્ષેત્રે ખરાબ છાપ ઊભી કરનારું કાવતરું કર્યું છે. જો આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવશે તો તેઓ પુરાવા સાથે ચેડાં કરશે એવી શક્યતા છે. એફિડેવિટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે, આરોપીઓ સમગ્ર વર્ચસ્વ ધરાવે છે અને આર્થિક રીતે પણ સધ્ધર છે. જો તેમને જામીન આપવામાં આવશે તો તેઓ આ કેસને નુકસાન પહોંચાડવા સક્ષમ છે. તેઓ સરકાર પક્ષના કેસને પણ નબળો પાડી શકે છે. સ્કૂલ ઓથોરિટી પહેલાથી જ કેસમાં સહકાર આપતી નથી. જ્યારે ગત સુનવણીમાં આરોપીઓના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી કે, જ્યાં સુધી કોર્ટ પોતાનો ચુકાદો આપે નહી ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં ન આવે જે કોર્ટે માન્ય રાખી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube