મૌલિક ધામેચા/અમદાવાદ: ચોમાસા પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે. પાકની પિયત અને સિંચાઈ માટે ખેડૂતોએ વરસાદના પાણીની રાહ જોવી પડશે. અમદાવાદ જિલ્લામાં પીવાના પાણી અંતર્ગત કલેક્ટરે ઉનાળા સદભે બોલાવેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર ભલે પાણીના પુરવઠા અંગે નિશ્ચિન્ત હોવાનું કહી રહી હોય પરંતુ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં પીવાના પાણી અંગે તંત્રમાં ડર ચોક્કસ છે. અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ બોલાવેલી બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરવામા આવી. 


પાણી માટે કેવી હશે વ્યવસ્થા?


  • જરૂરિયાતમંદ સ્થળો પર ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની શરૂઆત

  • વિરમગામ,દેત્રોજ અને માંડલમાં ઘાસચારા અંગે આયોજન

  • જરૂરિયાતમંદ વિસ્તારમાં 1 કરોડ 30 લાખ ઘાસની વ્યવસ્થા

  • 31 લાખ ઘનફૂટ માટી ઉલેચી તળાવ ઊંડા કરવામાં આવશે


ખેડૂતોને મગફળીના ભાવ નથી મળતા છતાં રાજકોટમાં સીંગ તેલની કિંમતમાં થયો વધારો


હાલ ધોળકા અને ધંધુકાના બે ગામમાં 35 બોરની વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રંગપુર અને સાલાસણમાં બોર બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ કલેકટર દ્વારા 447 ગામ અને 8 મોટા શહેરમાં પાણીની તંગી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સાણંદના નળસરોવર અને ધંધુકામાં ટેન્કર મોકલીને નાગરિકોને પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે.



તો સૌથી વિકટ પરિસ્થિતિ કાળઝાળ ઉનાળામાં ખેડૂતો માટે બની છે. ખેડૂતોને પિયત અને સિંચાઈ માટે વરસાદની રાહ જોવી પડશે તેવું જીલ્લા કલેકટરનું કહેવું છે. કેમકે, ખેડૂતોને સિચાઈ માટે નર્મદાના પાણી સિવાય કોઈ પાણી નહિ મળે વરસાદ બાદ ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.