`હું પ્રેગનેટ છું અને મને કેન્સર છે`, મકાન માલકિન ગેંગરેપથી બચી પણ 19 વર્ષની નોકરાણી પર ગેંગરેપ
અમદાવાદનો નવો વિકાસ પામી રહેલા વિસ્તાર એટલે બોપલ ત્યારે બોપલના એક હાઈફાઈ ફ્લેટ માં 2 નવેમ્બરની મોડી રાત્રે ફલેટમાં બે મહિલા એકલી રહે છે. જેમાં એક મૂળ મકાન માલિક હતી અને અન્ય એક મહિલા ઘાટ ઘાટી તરીકે કામ કરી રહી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના વિકસિત એરિયા બોપલના હાઈફાઈ ફલેટમાં લૂંટ અને ગેંગ રેપની ઘટનામાં અમદાવાદ જિલ્લા પોલીસે પાંચ સિકયુટીરી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સાસરીમાં સારું દેખાડવા અમદાવાદમાં કર્યો કાંડ
અમદાવાદનો નવો વિકાસ પામી રહેલા વિસ્તાર એટલે બોપલ ત્યારે બોપલના એક હાઈફાઈ ફ્લેટ માં 2 નવેમ્બરની મોડી રાત્રે ફલેટમાં બે મહિલા એકલી રહે છે. જેમાં એક મૂળ મકાન માલિક હતી અને અન્ય એક મહિલા ઘાટ ઘાટી તરીકે કામ કરી રહી છે. આ બે મહિલાની રેકી ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છેલ્લા ઘણા દિવસથી રેકી કરી રહ્યા હતા. જેમાં મનજીત સિંગ જોહાલ આ જ ફ્લેટમાં સિકયુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને મનજીત સિંગ જોહાલ આગામી માસમાં પ્રેમ લગ્ન કરવા હતા. જેથી તેને પોતાના સાસરામાં પોતે સારા પૈસા કમાઈ રહ્યો છે એવું સાબિત કરવું હતું. જેથી લગ્ન કરવા જાય એ પહેલા આ ફલેટમાં મિત્રો સાથે મળી લૂંટ કરવાનું નક્કી કર્યું હતું.
આ રીતે પરિચય કેળવી પાંચ આરોપીઓએ ઘટનાને આપ્યો અંજામ
જેમાં તેના તમામ મિત્રો સિક્યુરિટી તરીકે કામ કરે છે. મનજીત સિંગ જોહાલ લૂંટ કરવાનો કારસો ઘણા દિવસ પહેલા નક્કી કર્યો હતો. જેના માટે મનજીત સિંગ જોહાલ બનાવ વાળા ફલેટની લાઈટ નીચેથી બંધ કરી દેતા હતા. જેથી મકાન માલિક મહિલા લાઈટ ફરી ચાલૂ કરવા માટે કહેતી હતી. જેથી પરિચય કેળવી શકે. લૂંટના ત્રણ દિવસ પહેલાથી ત્રણ વાર લાઈટ બંધ કરી હતી અને મહિલાએ આ જ સિક્યુરિટી લાઈટ ચાલુ કરવા કહ્યું હતું. ત્યારબાદ લૂંટ કરવાનું નક્કી કરી બે દિવસ પહેલા રાત્રે 2 વાગ્યે બનાવ વાળા ફલેટની લાઈટ બંધ કરી દીધી હતી અને દરવાજે પાંચેય લૂંટારુઓ ઉભા રહયા હતા. મહિલાએ દરવાજો ખોલતાની સાથે પાંચેય લૂંટારો ઘાતક હથિયારો સાથે ફલેટમાં બળજબરી પ્રવેશ કરી ગયા હતા અને લૂંટ સાથે ગેંગ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓની તમામ મુદામાલ સાથે ધરપકડ કરી લીધી છે.
ઘટનાને અંજામ આપવા ઓનલાઇન રમકડાંની રિવોલ્વર મંગાવી
અમદાવાદ જિલ્લા પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સોના નામ મનજીતસિંગ જોહાલ, સુખવિંદર જોહાલ, હરિ ઓમ ઠાકુર, રાહુલ સિંગ કુશહવા અને અમૃત પાલ સિંહ ગીલ છે. આરોપીઓએ લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઓનલાઇન રમકડાંની એક રિવોલ્વર પણ મંગાવી હતી. ત્યારે આ પાંચેય લૂંટારુએ લૂંટમાં રોકડ સહીત કિંમતી ચીજવસ્તુ સાથે 1.37 લાખની લુંટ ચલાવી હતી અને બે કલાક સુધી ફલેટમાં રોકાયા હતા. તે સમય દરમિયાન પાંચ આરોપી બે આરોપીએ મહિલા ઘરઘાટી સાથે રેપ કર્યો હતો. જેમાં હરીઓમ ઠાકુરે સૌથી પહેલા ઘરઘાટી યુવતી પર બળાત્કાર ગુજાર્યો, અને ત્યારબાદ અન્ય આરોપી રાહુલ સિંગ કુશહવા બળાત્કાર ગુજાર્યો હતો.
મને કેન્સર છે અને હું ગર્ભવતી પણ છું, જેથી આરોપીએ છોડી દીધી
જેમાં મુખ્ય આરોપી મનજીતસિંગ જોહાલ એ મૂળ મકાન મલિક પર બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કર્યો ત્યારે મકાન માલિક મહિલાએ યુક્તિથી કહ્યું કે મને કેન્સર છે અને હું ગર્ભવતી પણ છું. જેથી મુખ્ય આરોપી મનજીતસિંગ જોહાલ મુક્ત મહિલાને મુક્ત કરી દીધી હતી. ત્યારબાદ પાંચેય આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જેમાં પાંચેય આરોપીઓ પહેલા લુંટ અને ગેંગરેપ આચરી પહેલા કાલુપુર રેલ્વે સ્ટેશન ગયા ત્યાથી પોતાના વાહનો છુપાવી ધીધા હતા અને ટ્રેન ન મળતા ત્યાંથી ગીતામંદીર ખાતે ગયા હતા અને ત્યાંથી ખાનગી બસ પકડીને પોતાના વતનમાં રવાના થતા હતા. એ સમયે અમદાવાદ જિલ્લા પોલીસની માહિતીના આધારે બનાસકાંઠા પોલીસે ખાનગી બસમાંથી ઝડપી પડી અમદાવાદ જીલ્લા પોલીસના હવાસે કર્યા હતા.
ગુજરાતમાં સારું કમાતો હોવાની વાત સાબિત કરવા બોપલમાં લૂંટ
શહેરના શીલજ વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટના કિસ્સામાં કેટલીક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ કિસ્સામાં મુખ્ય આરોપી મનજીત જોહાલે પોતાના વતનમાં રહેતા પ્રેમિકા અને તેના પરિવારજનોમાં સારી છાપ ઊભી કરવા માટે અને લગ્ન હોવાથી ગુજરાતમાં સારું કમાતો હોવાની વાત સાબિત કરવા માટે બોપલમાં લૂંટવા કરી હતી. જોકે ઘટના સ્થળ પર લૂંટની ઘટનાને અંજામ આપવા પહોંચેલા આરોપીઓની નજર બગડી અને હવસના ભૂખ્યા થયેલ આરોપીઓએ એક ઘરકામ કરતી યુવતી પર વારાફરતી બે આરોપીઓએ બળાત્કાર પણ ગુજાર્યો હતો, ત્યારે પોલીસની પૂછપરછમાં મકાન માલિક રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી વધુ પૈસા હશે એ શંકાએ લૂંટ કરી હતી, જે ઘટના બની તે સ્કીમ નવી હતી અને કુલ 36 ઘર પૈકી માત્ર પાંચ લોકો ત્યાં રહેવા આવ્યા હતા.
ફલેટના ખુદ સિક્યુરી ગાર્ડની જ મુખ્ય ભૂમિકા
પોલીસ તપાસમાં એ પણ મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે આ લૂંટ અને રેપની ઘટનામાં ફલેટના ખુદ સિક્યુરી ગાર્ડની જ મુખ્ય ભૂમિકા સામે આવતાની સાથે જેથી પોલીસે સિક્યુરિટી એજન્સીનું લાઈસન્સ રદ કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે. ઉપરાંત એજન્સીના માલિક યોગેશ નમન વ્યક્તિની ઘરની તપાસ કરતા psi પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જેથી યોગેશ નકલી પોલીસકર્મી બની રોફ જમાવતો હોવાની હકીકત પણ સામે આવી છે.જેને લઇને પણ અલગથી એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની પણ ધરપકડ કરવા માં આવી છે.
અમદાવાદ જિલ્લા પોલીસે આરોપી વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહી છે. જેમાં સીસીટીવી, એફએસએલ મારફતે ઘટના સ્થળ પરથી નમૂના મેળવી આરોપીઓ વિરુદ્ધની કાર્યવાહી શરુ કરી છે. ત્યારે ફ્લેટના સિક્યુરીટી ગાર્ડ જ આવા ગંભીર ગુનામાં સામેલ હોવાથી લોકો માટે પણ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.