ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ જિલ્લા પોલીસે બાઈક ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે ... આ ગેંગ એ 22 બાઈકની ચોરી ની કબૂલાત કરી છે ... સાણંદ પોલીસે 5 આરોપીઓ સહીત 10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરુ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાણંદ જીઆઇડીસી પોલીસ ની શકંજામાં દેખાતા આ પાંચ આરોપી બાઈક ચોર છે. જેના નામ છે હર્ષદ ઠાકોર, જયેશ ઠાકોર, કાળાભાઈ ઠાકોર, હાર્દિક કોળી પટેલ અને દશરથ સેનવા .. આ બાઈક ચોરો સાંણદ જીઆઇડીસી પોલીસે ચોરીના 22 ટુ વ્હીલર કબજે કર્યા છે. આ ચોર ટોળકી એ અમદાવાદના એલિસબ્રિજ, સોલા, બોપલ અને મહેસાણા જિલ્લામાંથી અલગ અલગ સ્થળો પરથી પાર્કિંગ કરેલી બાઈક ના ચોરીના ગુના ને અંજામ આપતા હતા.. પાર્કિંગમાં રહેલા વાહનોમાં જે બાઈક નું સ્ટેરીંગ લોક ન કર્યું હોય તેવા જ બાઈક ને પેલા તપાસતા અને મિનિટો માં બાઈક ની ડુપ્લીકેટ ચાવી થી ચોરી કરીને ફરાર થઇ જતા હતા ... બાઈકની ચોરી કર્યા બાદ જો કોઈ બાઈકમાં પેટ્રોલ ઓછું હોય આથવા ચાલુ ન થાય તો ચોર ગેંગ નો અન્ય સાગરીતો તેને બીજા બાઈક થી પગ થી ધક્કો મારી ટોઇંગ કરી ને પોતાના સ્થળ સુધી લઇ જતા હતા.


આ પણ વાંચો- આ રીતે ભણશે ગુજરાત? પાટણના જેસંગપુરામાં જર્જરિત શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે બાળકો


ઝડપાયેલ પાંચેય ચોરની પૂછપરછ કરતા પોલીસ સામે કબૂલાત કરી છે કે મુખ્ય આરોપી તરીકે હર્ષદ ઠાકોર છે અને બાઈક ચોરી કરવા નો માસ્ટરમાઈન્ડ છે. તેના અન્ય બે સાગરીત જયેશ ઠાકોર અને કાળાભાઈ ઠાકોર સાથે મળી ચોરીના ગુના ને સફળ બનવતા હતા. ત્યારે બીજા બે આરોપી હાર્દિક કોળી પટેલ પાસેથી 7 ચોરી ના બાઈક અને દશરથ સેનવા પાસેથી ચોરીના 5 બાઈક કબ્જે કર્યા છે. ત્યારે અન્ય 10 બાઈક ચોરી કરનાર ત્રણ આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા છે... ઝડપાયેલ ચોર હાર્દિક કોળી પટેલ અને દશરથ સેનવા ચોરીના વાહનોને સાઈઝીંગ કરેલા બાઈક છે તેમ કહી જરૂરિયાત વાળા લોકોને સસ્તા ભાવે વેચી દેતા હતા. જો કોઈ વ્યક્તિ આ વેચેલા બાઈક ના દસ્તાવેજ માંગે તો તેને વેચેલું બાઈક પરત મેળવી લેતા હતા


આ ચોર ટોળકી પાસે થી સાણંદ જીઆઇડીસી પોલીસે 10 લાખ 15 હજારની કિંમતના 22 બાઇક કબજે કર્યા છે. પોલીસની પૂછ પરછમાં સામે આવ્યું છે કે આ ચોર ટોળકી પોતનાના મોંઘા મોંઘા મોજશોખ પુરા કરવા માટેથી બાઈક ચોરીના ગુના આચરતા હતા. ત્યારે પોલીસે આ સિવાય અન્ય કોઈ બાઈક ચોરી કર્યા છે કે કેમ એ અંગે તપાસ શરુ કરી છે. પોલીસે 10 લાખ 15 હજારની કિંમતના 22 બાઇક કબજે કર્યા છે.