આશ્કા જાની/અમદાવાદ :કહેવાય છે ને કોઈ માણસ સંપૂર્ણ ક્યારે હોતો નથી. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કમી હોય છે. પરંતુ ભગવાન તે ઉણપની સામે એક એવી તાકાત આપે છે, જેનાથી દુનિયા જીતી શકાય છે. આવી જ કળા અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં 17 વર્ષીય કાવ્યા ભટ્ટ જોવા મળી રહી છે. સેરેબ્રલ પાલ્સીથી પીડાતી કાવ્યા તેના ટેલેન્ટથી લોકોના ઘરે ઉજાસ પાથરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાવ્યા જન્મથી જ ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. કાવ્યા સેરેબ્રલ પાલ્સીથી પીડિત બાળકી છે. કાવ્યાને પોતાના રોજિંદા કામકાજમાં પણ કોઈ વ્યક્તિના મદદની જરૂર પડતી હોય છે. કાવ્યા સ્વભાવે ખૂબ મિલનસાર અને પ્રેમાળ છે.  તેને દરેક પ્રકારના શોખ છે અને તે ઈચ્છે છે કે દરેકનું જીવન સુંદર રંગોથી ભરપૂર હોવું જોઈએ. કાવ્યાને રંગોથી પ્રેમ છે. કાવ્યા સ્કૂલમાં જ દીવા પેઈન્ટ કરતા શીખવાડવામાં આવ્યા છે. જે કાવ્યાની મનગમતી પ્રવૃતિ છે. તેના આ જ શોખ અને કલાએ તેને આત્મનિર્ભર બનવાની રાહ ચીંધી. કાવ્યાએ આ વર્ષે દિવાળીમાં પોતાના હાથે પેઈન્ટ કરેલા દીવા તૈયાર કરી તેનું વેચાણ કરવાનું નક્કી કર્યું છે. આ રીતે કાવ્યા આત્મનિર્ભર થવાનો પ્રયાસ કરી રહી છે.


આ પણ વાંચો : તમારી ગર્લફ્રેન્ડને ગાંધીનગરમાં ફરતા લઈ જતા પહેલા સાવધાન, કુંવારા રહી ગયેલા યુવકે એવો ત્રાસ મચાવ્યો કે... 


કાવ્યાના માતાપિતા મયંકભાઈ ભટ્ટ અને પ્રજ્ઞાબેન ભટ્ટ જણાવે છે કે, કાવ્યાના આ કામમાં તેનો આખો પરિવાર તેને મદદ કરી રહ્યું છે. બીમારીને કારણે કાવ્યામા એક ખામી ચોક્કસથી છે, પણ સામે અનેક આવડત તેનામાં રહેલી છે. તે કોઈ પણ કામ દિલથી કરે છે. સાથે જ કાવ્યાએ પેઈન્ટ કરી તૈયાર કરેલા દીવડા લોકોને વધારે પસંદ આવે છે.


આત્મનિર્ભર કરવાનો નિર્ણય લેનાર કાવ્યાએ ઝી 24 કલાકને જણાવ્યું કે, ‘મને આ કામ કરવું બહુ ગમે છે.’ સાથે જ તે દીવડા લેવા માટે લોકોને અપીલ કરી રહી છે અને જેમાં તે કહે છે કે તેના દીવડા સાથે તેની લાગણીઓ જોડાયેલી છે. સાથે સુંદર રંગબેરંગી દીવડા તમારા ઘરમાં પ્રકાશ પાથરશે. 


કાવ્યા જે મહેનત અને ધગશથી દીવડા રંગવાની કામગીરી કરી રહી છે, તેના કારણે તેના પરિવારના સભ્યો પણ ખુશ છે.