અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ કેસમાં નાટ્યાત્મક વળાંક, પોલીસે બાળકોને દેખાડ્યા પોર્ન ?
હાથીજણ નજીક આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. નિત્યાનંતના વકીલ અને અનુયાયીઓએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પત્રકાર પરિષદમાં આશ્રમની મહિલા સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા પણ હાજર રહી હતી. તેમજ નિત્યાનંદ આશ્રમ પર લાગેલા તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. નિત્યાનંદ અને તેમના સાધકો પર ષડયંત્ર હેઠળ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આશ્રમના સાધક ગિરીશ તુરલાપતિએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ, આશ્રમના પૂર્વ અનુયાયી જનાર્દન શર્મા અને ચાઇલ્ડ વેલફેર કમિટી સામે ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ : હાથીજણ નજીક આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં નાટ્યાત્મક વળાંક આવ્યો છે. નિત્યાનંતના વકીલ અને અનુયાયીઓએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. આ પત્રકાર પરિષદમાં આશ્રમની મહિલા સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયતત્વા પણ હાજર રહી હતી. તેમજ નિત્યાનંદ આશ્રમ પર લાગેલા તમામ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. નિત્યાનંદ અને તેમના સાધકો પર ષડયંત્ર હેઠળ થયું હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આશ્રમના સાધક ગિરીશ તુરલાપતિએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિકારીઓ, આશ્રમના પૂર્વ અનુયાયી જનાર્દન શર્મા અને ચાઇલ્ડ વેલફેર કમિટી સામે ફરિયાદ નોંધાવી છે.
મૂળી: ડાયરામાં થયો નોટોનો વરસાદ, યુવકની બંદુકો સાથે ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી
આ ફરિયાદ અંગે તટસ્થ તપાસ ન થઇ હોવાનો અને પોલીસ દ્વારા જ આશ્રમના બાળકોને પોર્નોગ્રાફીના વીડિયો બતાવવામાં આવ્યો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જ આશ્રમના બાળકોને પ્રોર્નોગ્રાફીના વીડિયો બતાવાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આશ્રમના બાળકો અને અન્ય રહેવાસીઓ માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન જ હાલ તો પત્રકાર પરિષદ બાદ શંકાના ઘેરામાં આવી ગઇ છે.
ગાંધીનગર: ગુજરાતનાં DGP તરીકે રાકેશ અસ્થાના, આશીષ ભાટીયા અને ઝા વચ્ચે રેસ
વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયા બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવા માટેનો આદેશ અપાયો છે. આ ઉપરાંત આ કેસની તપાસ એસસી-એસટી સેલનાં ડીવાયએસપી દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી છે કે 1 મહિનાના સમયગાળામાં ડીવાયએસપી પોતાની તપાસનો અહેવાલ રજુ કરે તેવી તાકીદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube