આજથી ડ્રાઇવ ઇન સિનેમામાં પણ ડ્રાઇવ થ્રૂ વેક્સીનેશન, 1 KM લાંબી લાઇનો લાગી
વેક્સીનેશન (Vaccination) માટે લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. આજે સવારથી ડ્રાઇવ ઇન સિનેમા બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. આ નવા સ્થળની બહાર પણ 1 કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી.
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) માં શનિવારે શરૂ કરવામાં આવેલા ડ્રાઇવ થ્રૂ વેક્સીનેશનને મળેલા સારા પરિણામના ધ્યાનમાં રાખીને હવે મહાનગરપાલિકા દ્વારા શહેરના ડ્રાઇવ ઇન સિનેમા (Drive in Cinema) માં પણ આ પ્રકારે રસીકરણ શરૂ કર્યું છે.
એએમસી (AMC)ના અનુસાર 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સરદારે પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) માં ડ્રાઇવ થ્રૂ વેક્સીન શનિવારે શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રકારે રસીકરણને સારો પ્રતિભાવ મળતાં હવે એએમસી દ્વારા 45 વર્ષથી મોટી ઉંમરના નાગરિકોને આજથી ડ્રાઇવ ઇન સિનેમામાં આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ ડ્રાઇવ થ્રૂ વેક્સીન કરવામાં આવશે.
વેક્સીનેશન (Vaccination) માટે લોકો ઉત્સાહપૂર્વક જોડાઇ રહ્યા છે. આજે સવારથી ડ્રાઇવ ઇન સિનેમા બહાર લાંબી લાઇનો જોવા મળી હતી. આ નવા સ્થળની બહાર પણ 1 કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી.
દર્દીઓની સંખ્યા ઘટી બેડ થયા ખાલી, સિવિલના 50 પ્રોફેસર સહિત 1050 સ્ટાફ કોરોના ડ્યૂટીથી થયો મુક્ત
અત્યાર સુધી આટલા લોકોએ લીધી વેક્સીન
અત્યાર સુધીમાં 1,03,27,556 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 32,14,079 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,35,41,635 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
Real Corona Warriors Mother: 7 વર્ષની પુત્રીને સાથે રાખી 123 કોવિડ મૃતદેહોના કર્યા અંતિમ સંસ્કાર
કોરોનાના કેસમાં થયો ઘરખમ ઘટાડો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11084 કેસ નોંધાયા છે. તો બીજી તરફ મોતનો આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11,084 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 14,770 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,33,004 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે 78.27 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યમાં 1,39,614 એક્ટિવ કેસ
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,39,614 એક્ટિવ દર્દી છે, જે પૈકી 786 લોકો વેન્ટિલેટર પર છે અને 1,38,828 લોકો સ્ટેબલ છે. 5,33,004 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,394 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, સુરત કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 7, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 4, જૂનાગઢ કોર્પોરેશનમાં 5 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube