મૌલિક ધામેચા, અમદાવાદઃ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે ઈ-ફાઈલિંગ સિસ્ટમનું લોકાર્પણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના હસ્તે કરવામાં આવ્યું હતું. દેશમાં લગભગ ગુજરાત એવું પ્રથમ રાજ્ય હશે જ્યાં હાઇકોર્ટ દ્વારા તમામ કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં 15 ઓગસ્ટ  સ્વતંત્ર પર્વની ઉજવણી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેલની મુલાકાત લીધી અને ઇ ફાઇલિંગ સેવા શરૂ કરાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ઇ-ફાઇલિંગ સેવા થકી જેલમાં બંધ કેદીઓને પોતાના કેસોને લગતી તમામ હકીકતો, સુનવણીનું જીવંત પ્રસારણ જોઈ શકશે અને પેરોલ, ફર્લો અને જામીન અંગેની અરજીઓ ઈ-ફાઇલિંગ કરી શકશે. જે પહેલા કાગળો પર કરવામાં આવતી તમામ પ્રક્રિયામાં લાગતો સમય બચશે અને ઝડપી પ્રક્રિયા થશે.


આ પ્રસંગે કેદીઓને સંબોધન કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ટેકનોલોજી અદ્યતન થઈ રહી છે ત્યારે દરેકને પોતાના અધિકારો મેળવવાની સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જેલમાં બંધ કેદીઓને જેલની બહારની દુનિયા અંગે માહિતી નહીં હોય પરંતુ તેમના સારા આચરણ કે વર્તણુકથી તેઓ જેલમુક્ત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube