ઝી બ્યૂરો, અમદાવાદઃ ફરી એકવાર ઝી24કલાકના રિયાલિટી ચેકમાં ખુલી ગઈ છે તંત્રની પોલ. જીહાં આ વખતે વારો છે અમદાવાદ જિલ્લાના વહીવટી તંત્રએ જાહેર કરેલાં ઈમરજન્સી નંબરોની. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરતા કટોકટીના નંબર પર બહુ ભરોસો ન કરતા. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે આ નંબરો પર તમે ફોન કરશો તો કદાચ તમને કોઈ જવાબ નહીં મળે. અમારા રિયાલિટી ચેકમાં ફરી એકવાર ખુલી ગઈ છે તંત્રની પોલ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા પૂર અને વાવાઝોડા જેવી કટોકટીની પળોમાં હેલ્પલાઇન નંબર જાહેર કરાય છે. ત્યારે રવિવારે વાસણા બેરેજના દરવાજા ખોલાયા તે સમયે પણ નંબર જાહેર કરાયા હતા. જાહેર કરાયેલા 13 નંબર પૈકી છ નંબર લેન્ડલાઇન અને 7 નંબર સંબંધિત કર્મચારી અધિકારીના હતા. પરંતુ જે 7 કર્મચારીના નંબર આપવામાં આવ્યા છે તેમાંથી 4 કર્મચારીઓના ટ્રાન્સફર થઈ ગયા છે. 


જ્યારે 2 કર્મચારીઓ તો એવા છે કે જેઓ રિટાયર્ડ જ થઈ ગયા છે. તેવામાં જો તમે આ નંબર પર કોલ કરશો તો સ્પષ્ટ છે કે કોઈ જાણકારી મળશે જ નહીં. ત્યારે આ ગંભીર બેદરકારી અંગે ZEE 24 કલાકે તપાસ કરી તો આપતિ વ્યવસ્થાપન મામલતદાર કૌશીક વાળાએ જણાવ્યું કે સિંચાઇ વિભાગના કોઇ ઓપરેટર દ્વારા લેટરમાં શરત ચૂક થઈ છે. ત્યારે આ શરતચૂકની નોંધ લઇ નિવાસી અધિક કલેક્ટરે કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગને પત્ર લખી તકેદારી રાખવા સુચના આપી.