મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા પોલીસે નકલી IPS બની ફરતા એક યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવક લોકોને નોકરી અપાવવાની લાલચ અને પેટ્રોલ પંમ્પનું લાઇસન્સ અપાવવાનું કહી છેતરપિંડી કરતો હતો. આરોપી કેટલા સમયથી આવી છેતરપીંડી કરી રહ્યો હતો અને કેટલા લોકોને સાથે છેતરપીંડી કરી છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી શુભમ ગોડ મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી છે. અને હાલ ગાંધીનગરમાં રહેતો હતો. આ યુવક પર આરોપ છે કે, લોકોને પેટ્રોલ પંમ્પનું લાઇસન્સ અપાવવાની વાત કરી રૂપિયા પડાવવાનો. પંરતુ આ હકીકત અંગે અસલી પોલીસને જાણ થતા પોલીસે ટ્રેપ ગોઠવી આરોપીને પકડી પાડ્યો હતો.


કુદરતી પ્રક્રિયાને આધારે ચોમાસાની આગાહી કરે છે આ ગુજજુ, આ વર્ષે કેવો થશે વરસાદ?
 
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ અત્યાર સુધીમાં 30-40 લાખ રૂપિયા લોકો પાસેથી આવી રીતે છેતરી પડાવી ચુક્યો છે. તો પોલીસે આરોપી પાસેથી એક સ્ટીક અને IPS પાસિંગ પરેડમાં જે ગ્રુપ ફોટો પડાવતો હોય છે. તે પણ મળી આવ્યો છે. જોકે આ IPS પાસીંગ પરેડમાંમાં અન્ય કોઈ IPSનો ફોટો ક્રોપ કરી પોતાના ફોટો લગાડી રાખ્યો હતો. અનેએ ફોટો લોકોને બતાવતો હતો. મહત્વની વાત તો એ છે કે, આરોપી જ્યાં રહે છે તેની આસપાસના લોકો પણ IPS અધિકારી જ સમજતા હતા. જયારે કોઈ પૂછે તો પોતે હાલ રજા પર હોવાનું કહી મોભો જમાવતો હતો. 


સોમનાથનો 69મો સ્થાપના દિવસ ઊજવાયો, મહાઆરતિનું કરાયું આયોજન



આરોપીની ધરપડક પોલીસે કરી છે ત્યારે સવાલએ ઉભો થાય છે કે, આરોપીએ કેટલા લોકોને આમ પેટ્રોલપંમ્પનાં લાયસન્સ અપાવવા અને નોકરી અપાવવાની વાત કરી છેતરી ચુક્યો હશે. અને કેટલા સમયથી આ રીતે કૌભાંડ ચલાવી રહ્યો હતો. નોંધનીય છે કે, આરોપી પાસેથી રૂપિયા 22 હજાર 500ની જૂની નોટ પણ મળી આવી છે. જે કબજે કરી પોલીસ રિમાન્ડ મેળવવાની દિશામાં પણ કાર્યવાહી શરૂ કરી છે.