મૌલિક ધામેચા /અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહનચાલકો પાસે તોડ કરતી નકલી પોલીસની ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ છે. બાઈક લઈને જઈ રહેલા અસલી પોલીસકર્મીને રોકી લાયસન્સ તથા આરસી બુક જેવા દસ્તાવેજો માંગી પરેશાન કરનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી લીધા છે ત્યારે પોલીસને આશંકા છે કે, આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એ જ આરોપી છે કે જે ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હતા. સરફરાજ સૈયદ, કૃણાલ શાહ, જાફર રંગરેજ અને લિયાકતહુશેન શેખ નામના આ ચાર આરોપી શહેરના કોઈપણ ચાર રસ્તે ઉભા રહી જતા અને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જણાવી વાહન ચાલકો પાસેથી દસ્તાવેજો ચેક કરતાં હતા. એટલું જ નહીં, કોઈ પણ બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. જો કે ગઈકાલે તેમનો સામનો અસલી પોલીસ કર્મી સાથે થયો અને તેમની કરતૂતોનો પર્દાફાશ થઈ ગયો.



સાંપ્રદાયિક સદભાવની મિશાલ: હિન્દૂ બહેને મુસ્લિમ ભાઈની કલાઈ પર બાંધી રાખડી, ઉત્તમ ઉદાહરણ પુરું પાડતો કિસ્સો


પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ગત મોડી રાતે ચારેય આરોપી પોતાની નંબર પ્લેટ વિનાના વાહનો સાથે હાટકેશ્વર બ્રિજના છેડે ઉભા હતા અને રૂપિયા પડાવવા માટે વાહન ચાલકોને રોકી રહ્યા છે. તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગરદાનને આરોપીએ રોકી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે પોલીસ કર્મીને વહેમ જતા તેઓએ ડોક્યુમેન્ટ મંગાવવાના બહાને પોલીસને બોલાવી નકલી પોલીસ કર્મી અસલીના હાથે આવી ગયા. 


2022માં ગેહલોત ગુજરાત કોંગ્રેસનું 'સંકટ' હરશે! ચૂંટણી મેનિફેસ્ટો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ


જે અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસે આરોપીએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે? તે અંગે પૂછપરછ કરતા અગાઉ પણ ચારેય પૈસા પડાવવા અને લૂંટ અને મદદગારી કરવામાં પોલીસના હાથે પકડાયેલ છે. જોકે હવે પોલીસકર્મીના બનાવટી ઓળખકાર્ડ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube