Ahmedabad : સાબરમતી નદીમાં પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ, ચારેય એકસાથે નદીમાં કૂદ્યા
Ahmedabad Mass Suicide : અમદાવાદની સાબરમતી નદીમાં કૂદી પરિવારે કર્યો સામુહિક આપઘાતનો પ્રયાસ, ફાયર બ્રિગડે પરિવારના તમામ સભ્યોને બચાવી લીધા, જમાઈના ત્રાસથી ભુદરપુરામાં રહેતા પરિવારના 4 સભ્યોએ નદીમાં લગાવી હતી છલાંગ
Ahmedabad News અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટમાં એક આખા પરિવારે મોતની છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. એકજ પરિવારના ચાર સદસ્યોએ નદીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમે તમામને બચાવી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમાદવાદના ભુદરપુરા વિસ્તારમાં રહેતા પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વૃદ્ધ માતા, તેમની યુવાન દીકરી, દીકરો અને દીકરીના 6 વર્ષીય પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, તમામ લોકોએ જમાઈના ત્રાસથી કંટાળી નદીમાં ઝંપલાવી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પીએમ મોદીની સભા પહેલા રાજપૂતો તલવાર મ્યાનમાં મૂકશે? કાયદો હાથમાં ન લેવા કરી અપીલ
ચારેય લોકોએ જ્યારે નદીમાં છલાંગ લગાવી હતી, ત્યારે રિવરફ્રન્ટ વોકવે પર અનેક લોકો હાજર હતા. રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા હતા. હાલ, સાબરમતી રિવર ફ્રન્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
આ રીતે કચ્છની સિંધુ સભ્યતાનો થયો હતો અંત, મોત કયામત બનીને આકાશમાંથી વરસ્યું હતું મોત