અમદાવાદ સામૂહિક હત્યાકાંડમાં 4 ની અટકાયત, શું પત્નીના આડાસંબંધોએ આખા પરિવારનો ભોગ લીધો?
ahmedabad family murder case : 26 માર્ચના રોજ મરાઠી પરિવારમાં હત્યાકાંડ થયો હતો. વિનોદ મરાઠી તે દિવસથી ગાયબ છે. ત્યારે આખરે વિનોદ ક્યાં ગયો છે પોલીસ માટે પણ કોયડો બન્યો છે. સવાલ એ છે કે, જો વિનોદે પત્નીના આડા સંબંધોમાં હત્યાકાંડ સર્જયો હોય તો તેણે સંતાનોની હત્યા કેમ કરી?
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યાકાંડ કેસમાં મુખ્ય આરોપી વિનોદ મરાઠી હજી સુધી પોલીસ પકડથી દૂર છે. અમદાવાદ પોલીસે ટીમ બનાવીને વિવિધ દિશામાં દોડાવી છે. આરોપી વિનોદ મરાઠી 24 કલાકથી પોલીસ પકડથી દૂર છે. જોકે, આ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. વિનોદની પત્ની અને મૃતક પરિણીતા કોઈના પ્રેમમાં હોવાનું તપાસમા ખૂલ્યુ છે. આ પ્રેમ પ્રકરણમા સમગ્ર હત્યાકાંડ ખેલાયો છે. પોલીસ કોલ ડિટેઈલ્સના આધારે ચાર લોકોની અટકાયત કરી છે. જોકે, વિનોદે પોતાના બાળકોની હત્યા કેમ કરી તે વાત પરથી હજી પડદો ઉંચકાયો નથી.
મંગળવારે રાત્રે અમદાવાદના વિરાટનગર વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30 મા એક જ પરિવારના ચાર સદસ્યોની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં જાણવા મળ્યુ કે, લાશ એક જ પરિવારના સોનલ મરાઠી, દિકરો ગણેશ મારીઠી, દીકરી પ્રગતિ મરાઠી અને પત્નીના નાની સુભદ્રાબેન મરાઠીની હતી. સમગ્ર કાંડમાં સોનલ મરાઠીનો પતિ અને ઘરનો મોભી વિનોદ મરાઠી ફરાર હતો. આ ઘટના બાદથી વિનોદ મરાઠી હજી ફરાર છે. તેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિનોદને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ પણ વાંચો : બિહારમાં મામી-ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમનો સુરતમાં કરુણ અંજામ આવ્યો, મામીને ગર્ભ રહેતા જ...
ગીરની હિર ગણાતી કેસર કેરી પર આફત આવી, મધિયાએ વાડીઓમાં આતંક મચાવ્યો
વિનોદ ક્યાં ગાયબ
26 માર્ચના રોજ મરાઠી પરિવારમાં હત્યાકાંડ થયો હતો. વિનોદ મરાઠી તે દિવસથી ગાયબ છે. ત્યારે આખરે વિનોદ ક્યાં ગયો છે પોલીસ માટે પણ કોયડો બન્યો છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું પણ કહેવાય છે. જેથી પોલીસે તેને શોધવા એક ટીમ મહારાષ્ટ્રમાં પણ દોડાવી છે. જોકે, સવાલ એ છે કે, જો વિનોદે પત્નીના આડા સંબંધોમાં હત્યાકાંડ સર્જયો હોય તો તેણે સંતાનોની હત્યા કેમ કરી. બીજી તરફ, વિનોદની સાસુ અને મૃતક સોનલની માતા પર પોલીસ પૂછપરછમાં ગોળગોળ જવાબો આપી રહી છે. જેથી પોલીસને શંકા ઉપજી છે.