અમદાવાદમાં બહાર ખાતા પહેલા સાવધાન! હવે દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત
Ahmedabad Food News : અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી, ગ્રાહકે ફરિયાદ કરી તો કહ્યું- ચટણી બદલી આપું
Ahmedabad Food News : અમદાવાદમાં હવે શુ ખાવું અને શું ન ખાવું, ક્યાં ખાવું અને ક્યાં ન ખાવું, ક્યાંનો ખોરાક ચોખ્ખો અને ક્યાંનો ખરાબ એનું લિસ્ટ બનાવવું પડશે. અમદાવાદની ખાણીપીણીમાં જે રીતે ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક હોય છે તે જોતા અડધુ અમદાવાદ બીમાર પડે. હવે અમદાવાદના ફેમસ દાસ ખમણની ચટણીમાં મચ્છર નીકળ્યાનો કિસ્સો બન્યો છે.
અમદાવાદના મણિનગર સ્થિત પ્રસિદ્ધ દાસ ખમણની ચટણીમાંથી મચ્છર નીકળ્યું છે. અમરાઈવાડીમાં રહેતા ગ્રાહકે સવારે દાસ ખમણમાંથી ખમણ ખરીદ્યા હતા. પરંતું ખમણની ચટણીમાં જોયું તો મચ્છર પડેલો હતો. ચટણીમાં મચ્છર નીકળતા કોર્પોરેશનમાં ફરિયાદ કરાઈ છે. તો બીજી તરફ, ચટણીમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે વેપારીનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચટણી બદલી આપવાની વાત કરી હતી.
ખોડલધામના નરેશ પટેલનું ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન, જાણો શું કહ્યું
ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ મરાયું
બહારનું ખાવાની શોખીનોએ અમદાવાદમાં ચેતીને ખાવાની જરૂર છે. અમદાવાદમાં હવે અસંખ્ય જગ્યાઓએ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ વેચવામાં આવી રહી છે. જેને કારણે આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે. અમદાવાદની પ્રખ્યાત ગણાતી રેસ્ટોરન્ટ અને દુકાનોની ખાણીપીણીના નમૂના પણ ફેઈલ નીકળી રહ્યાં છે. ત્યારે અમદાવાદની પ્રખ્યાત ઘી ગુડ રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે.
આ ઉપરાંત અન્ય ખાણીપીણી સેન્ટર પર પણ સીલ મારવામાં આવ્યું છે. જેમ કે, મણિનગર જવાહર ચોક પાસે આવેલ જલારામ પરોઠા હાઉસને પણ નોટિસ મોકલાઈ છે. જેના દાળ અને મંચુરીયનના નમૂના ફેલ નીકલ્યા છે. સાથે જ સેફ્ટી માટે પણ નોટિસ મોકલાઈ છે. તો બોડકદેવના અંકલ ડોનાલ્ડ પિત્ઝાને 15 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો મણિનગરના રીયલ પેપરીકાને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેના ગાર્લિક પેસ્ટના નમૂના ફેલ નીકળ્યા છે.
શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે મોટું સંકટ આવ્યું, ગુજરાતમાં થઈ મોટી હલચલ