Ex Prime Minister Manmohansinh Died : ગત રાતે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ડો મનમોહન સિંહનું નિધન થયું છે. કેન્દ્ર સરકારે તેમના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલના આજના તમામ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ કાર્નિવલ રદ્દ કરવા અંગે કોર્પોરેશન દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડો.મનમોહન સિંહના ગઈ રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષી  તા.૨૭ ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે. તો બીજી તરફ, અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ રદ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે, કાર્નિવલ ઉપરાંત આગામી ફલાવર શોને લઈને પણ અમદાવાદ કોર્પોરેશન અસમંજસમાં છે. 1 જાન્યુઆરીથી શરૂ થતા ફ્લેવર શોની તારીખ બદલાઈ શકે છે. Amc એ આ અંગે પણ વિચારણા શરૂ કરી.


 


સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા


ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન બાદ આખો દેશ શોકમાં છે. ટોચના રાજકીય નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને યાદ કર્યા. મનમોહન સિંહે તેમના કાર્યકાળમાં સામાન્ય લોકો માટે કરેલા કામ અને આર્થિક સુધારાઓની ખડગેએ ઉલ્લેખ કર્યો. તો રાહુલ ગાંધીએ કહ્યું કે, મે મારા માર્ગદર્શક ગુમાવ્યા છે. પ્રિયંકા ગાંધીએ મનમોહન સિંહજીની દેશસેવાની ભાવનાને યાદ કરી તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ટ્વીટ કરી ડૉ. સિંહને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ડૉ. સિંહને શાબ્દિક અંજલિ અર્પણ કરી.


ગુજરાતના 20 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની ચેતવણી, ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે