Ahmedabad News : હેરિટેજ શહેર અમદાવાદની આન બાન અને શાન સમા અનેક સ્થાપત્યો છે. પરંતું પતંગ હોટલની વાત જ કંઈક અલગ છે. અમદાવાદની ઓળખ છે પતંગ હોટલ. ગૂગલમાં પતંગ હોટલ સાથેની ઈમેજ હોય એટલે અમદાવાદ શહેર ઓળખાઈ જાય છે. ત્યારે બંધ પડેલી પતંગ હોટલ હવે નવા રંગરૂપમાં અમદાવાદીઓની સામે આવી રહી છે. 4 વર્ષના બ્રેકમા પતંગ હોટલનું રિનોવેશન હાથ ધરાયુ હતું. જેના બાદ આજે તે ફરીથી શરૂ થવા જઈ રહી છે. એક્ટર સુનિલ શેટ્ટીના હસ્તે નવી પતંગ હોટલનો શુભારંભ કરવામાં આવશે. જ્યાં ગાર્ડન રેસ્ટોરન્ટ અને ટેરેસ રેસ્ટોરન્ટનું નવુ નજરાણું પણ માણવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 વર્ષ રિનોવેશન કામ ચાલ્યું
અમદાવાદની શાન અને ઓળખ ગણાતી પતંગ હોટલ 4 વર્ષના વિરામ બાદ ફરીથી શરૂ થવાની છે. કોરોના અગાઉ રિનોવેશન માટે હોટલ બંધ થઈ હતી, જે હવે ફરીથી શરૂ થવા જઇ રહી છે. નવા અંદાજમાં હવે પતંગ હોટલ જોવા મળશે. ભારતની પ્રથમ પ્રોજેક્ટર મેપિગ હોટલ હશે. જે પ્રમાણે દુબઈમાં બુર્જ ખલીફા પર અલગ અલગ દૃશ્યો જોવા મળે છે, તે પ્રકારના દૃશ્યો હવે પતંગ હોટલ પર પણ જોવા મળશે.આ ઉપરાંત અનેક નવા ફેરફાર સાથે પતંગ હોટલ શરૂ થશે.


જો તમે ચટાકેદાર મસાલાની લિજ્જત માણો છો તો સાવધાન, ફેમસ કંપનીના ડુપ્લીકેટ મસાલા પકડાય


આ વિશે ધર્મદેવ ગ્રૂપના ઉમંગ ઠક્કરે જણાવ્યું કે, 1983 માં જ્યારે ભારત વર્લ્ડકપ જીત્યુ હતું, ત્યારે પતંગ હોટલનું નિર્માણ થયુ હતું. ભારતના પ્રથમ માસ્ટર શેફ અજય ચોપડાના માર્ગદર્શનમાં તમામ ક્યુઝીન તથા મેનુ અમદાવાદના રસિકો માટે પિરસવામાં આવશે. 


હાલ પતંગ હોટલને નવા જમાના મુજબ ગ્લોબલ ટચ આપવામાં આવ્યો છે. આ માટે લગભગ 12 કરોડનો રિનોવેશનના ખર્ચાનો અંદાજ મૂકાયો હતો, તેની સામે 22 કરોડ જેટલો ખર્ચો થયો છે. બુર્જ ખલીફાની જેમ કોઈ પણ શહેરીજનન તેમની બર્થડેટ ઉજવાવ માટે મેપિંગ કરાશે. આ માટે બુર્જ ખલીફામા જે કંપની કામ કરે છે તેને જ કામ સોંપાયું છે. આ ઉપરાંત પતંગ રેસ્ટોરન્ટ દર અઠવાડિયે સ્વૈચ્છિક સંસંથાઓના 50 બાળકોને નિશુલ્ક નાસ્તાનો લ્હાવો કરાવશે. 


ગુજરાતના માથેથી મોટી ઘાત ટળી : માથે બે-બે વાવાઝોડાની અસરના ભણકારા વાગી રહ્યા હતા, પણ